સરકારનો પરિપત્ર યાત્રાધામ પર નહી માંગી શકાય ભીખ, ભીખારીઓમાં રોષ

રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુજરાતના જે યાત્રાધામ આવેલા છે ત્યાં હવે ભીખ માંગી શકાશે નહી. ત્યારે આ જાહેરનામાને લઈ યાત્રાધામ બહુચરાજીમાં ભિક્ષુકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભિક્ષુકો ની:સહાય તો હતા પરંતુ હવે નિરાધાર બનવા ગયા છે. સમાજિક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા હાલમાં જ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

Updated By: Jan 23, 2020, 11:51 PM IST
સરકારનો પરિપત્ર યાત્રાધામ પર નહી માંગી શકાય ભીખ, ભીખારીઓમાં રોષ

તેજસ દવે/મહેસાણા : રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુજરાતના જે યાત્રાધામ આવેલા છે ત્યાં હવે ભીખ માંગી શકાશે નહી. ત્યારે આ જાહેરનામાને લઈ યાત્રાધામ બહુચરાજીમાં ભિક્ષુકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભિક્ષુકો ની:સહાય તો હતા પરંતુ હવે નિરાધાર બનવા ગયા છે. સમાજિક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા હાલમાં જ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

મહીસાગર: કાકી-ભત્રીજા વચ્ચે ઇલુ-ઇલુનું પરિણામ આવ્યું અને...

આ જાહેરનામામાં હવેથી રાજ્યના યાત્રાધામની આજુબાજુમાં કોઈ ભિક્ષુક ભીખ નહિ માંગી શકે, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને રાજ્યના જુનાગઠ, ડાકોર, સિદ્ધપુર, પાલીતાણા, પાવાગઠ, શામળાજી સહિત યાત્રાધામ બહુચરાજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ પરિપત્ર હજી સુધી બહુચરાજી યાત્રાધામને મળ્યો નથી. પરંતુ જો આવો પરિપત્ર મળશે તો ચોક્કસથી સરકારના સૂચન પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેવું મંદિરના નાયબ વહીવટદાર એ જણાવ્યું હતું. 

સુરત: MARUTI ની ગાડીમાંથી ઉંટગાડી બનાવી, કંપનીની આંખ ઉઘાડવા અનોખો પ્રયાસ

આ જાહેરનામાને લઈ બહુચરાજી મંદિરની બહારની સાઈડ ભીખ માંગી ગુજરાન ચલાવતા લોકો ખાસ નારાજગી જોવા મળી રહી હતી. મોટા ભાગ ભિક્ષુકએ મોટી ઉમરના જ હતા કે જે હવે આ ઉંમરે કઈ કરી શકે તેમ ન હતા. તો બીજું બાજુ તેમના પોતના કોઈ હતા નહિ અને જો કોઈ હતા. તો તેમને સહારો આપવા તૈયાર નથી ત્યારે આવા લોકો ભીખ માંગ્યા સિવાય બીજો કોઈ રસ્તો તેમની પાસે નથી. તેમનું ગુજરાન બસ આ ભીખ માંગી ને જે મળે છે. તેમાંથી તે પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આવા લોકો સરકાર ને કહી રહ્યા છે માઇ બાપ અમને ભીખ માંગવા દો અમારું આ દુનિયામાં કોઈ નથી.

વડોદરાનું ડ્રાફ્ટ બજેટ: ચૂંટણીનાં વર્ષને ધ્યાને રાખીને કોઇ નવો વેરો નહી, અનેક યોજના

આ જાહેરનામાને જે યાત્રિકો હોય છે એ તો ચોક્કસ આવકારી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ ભિક્ષુકોના કારણે તેમને તકલીફ પણ પડતી હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ યાત્રિકોનું કહેવું છે કે સરકારે પણ આ ગરીબભીક્ષુક માટે કઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. સરકારે તેમને રહેવા જમવાની તેમજ કોઈ બીમાર હોય તો તેની સારવારની વ્યવસ્થા કરવી જોઈએ. આ લોકો જાતે મહેનત કરે તે માટે આમને કોઈ રોજગારી આપવી જોઈએ. 

પોરબંદરમાં અમદાવાદથી આવતી ફ્લાઇટ ક્રેશ થઇ અને કોસ્ટગાર્ડે કર્યું દિલધડક ઓપરેશન...

આ જાહેરનામાં થકી આગામી દિવસોમાં ચોક્કસ જે લોકો પોતાની જાતે કમાઈ શકે છે. તેઓ હવે ભીખ માંગવાનું છોડીને મજૂરી કરશે અને પોતાનું ગુજરાન ચલાવશે તો બીજું જે નાના નાના બાળકો જેમની ઉંમર ભણવાની હોય છે. તેઓને તેમના માં બાપ સ્કૂલે મોકલશે પરંતુ જે લોકો હવે કઈ કરી શકે તેમ નથી. જેઓ અશક્ત છે કામ કરવા માટે તેમનું આ દુનિયા કોઈ જ નથી ત્યારે આવા લોકો હવે ભગવાન ભરોસે કે પછી આવા લોકો માટે પણ સરકાર કઈક કરશે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube