આ કાશ્મીર નથી ગુજરાત છે, વરસાદ આવતા જ સર્જાયું સ્વર્ગીય વાતાવરણ

જિલ્લામાં ત્રણ દિવસ પૂર્વે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે. ત્યારે ગીરનાર અને આસપાસના વિસ્તારમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે. ગીરનાર અને આસપાસનાં વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે. રોપવે સેવાના કારણે કુદરતી સૌદર્યને નજીકથી માણવા ઇચ્છતા પ્રવાસીઓને વધારે તક મળે છે. 

Updated By: Jun 21, 2021, 12:39 AM IST
આ કાશ્મીર નથી ગુજરાત છે, વરસાદ આવતા જ સર્જાયું સ્વર્ગીય વાતાવરણ

જૂનાગઢ : જિલ્લામાં ત્રણ દિવસ પૂર્વે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે. ત્યારે ગીરનાર અને આસપાસના વિસ્તારમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે. ગીરનાર અને આસપાસનાં વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે. રોપવે સેવાના કારણે કુદરતી સૌદર્યને નજીકથી માણવા ઇચ્છતા પ્રવાસીઓને વધારે તક મળે છે. 

જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ બાદ આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા છે. જેના કારણે રોપવેમાં સવારી માણી રહેલા મુસાફરો વાદળો વચ્ચે સવારીનો આનંદ ઉઠાવતા જોવા મળી રહી છે. ગીરનાર અને આસપાસના વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઝરણા અને ધોધ પણ જીવંત થયા છે. ડુંગરના પગથીયા પરથી વહેતા પાણીનો ધોધ અનોખો જ નજારો સર્જી રહ્યો છે. 

હાલ તો ગીરનાર અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદનાં કારણે વનરાજી પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. પ્રવાસીઓ માટે હાલ આ મુસાફરીનો સર્વશ્રેષ્ઠ સમય છે. નોંધનીય છે કે, ગીર જંગલ પણ સોળેકળાએ ખીલી ઉઠ્યું છે. તમામ ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube