મહીલા રક્ષક જ બની છેડતીનો ભોગ! મહિલા હેલ્પલાઇન અભયમમાં કામ કરતી મહિલા કર્મચારીની જ છેડતી

મહિલાઓની સુરક્ષા મુદ્દે સરકાર અને પોલીસ દ્વારા એક ખાસ મહિલા હેલ્પ લાઇન અભયમની શરૂઆત કરવામાં આવી હતી. આ હેલ્પલાઇન માટે 181 માટે કામ કરતી મહિલા કર્મચારીની જ છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેના પરથી વિચારી શકાય કે સામાન્ય મહિલાની સ્થિતી શું હશે. હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ગુજરાતમાં વિકટ બની રહી છે. તેવામાં અભમયની મહિલા જ છેડતીનો ભોગ બનતા મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મહીલા રક્ષક જ બની છેડતીનો ભોગ! મહિલા હેલ્પલાઇન અભયમમાં કામ કરતી મહિલા કર્મચારીની જ છેડતી

અમદાવાદ : મહિલાઓની સુરક્ષા મુદ્દે સરકાર અને પોલીસ દ્વારા એક ખાસ મહિલા હેલ્પ લાઇન અભયમની શરૂઆત કરવામાં આવી હતી. આ હેલ્પલાઇન માટે 181 માટે કામ કરતી મહિલા કર્મચારીની જ છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેના પરથી વિચારી શકાય કે સામાન્ય મહિલાની સ્થિતી શું હશે. હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ગુજરાતમાં વિકટ બની રહી છે. તેવામાં અભમયની મહિલા જ છેડતીનો ભોગ બનતા મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઘરમાં યુવતીની એકલતાનો લાભ લઇને પાડોશી યુવકે ઘરમાં ઘુસીને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બુમાબુમ કરતા યુવક પાછળના દરવાજેથી નાસી છુટ્યો હતો. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ચાંદખેડા વિસ્તારમાં રહેતી 34 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. યુવતીની તબિયત સારી નહી હોવાના કારણે તે રજા પર હોવાથી ઘરે હતી. યુવતીનો પરિવાર વતનમાં ઘરે ગયેલા છે. ઘરે ભાઇ અને બહેન એકલા જ હતા. ગુરૂવારે સવારે યુવતીનો ભાઇ ઘરે ગયો હતો. યુવતી સાંજે એકલી ઘરે હતી.

સાંજે 7 વાગ્યે યુવતી રૂમમાં પુજા કરી રહી હતી ત્યારે કોઇ ઘરમાં આવ્યાનો આભાસ તેને થયો હતો. જો કે તેને લાગ્યું કે તેનો ભાઇ આવ્યો હશે. જો કે તેણે બુમ પાડતા કોઇ જવાબ મળ્યો નહોતો. જેથી ઉભી થઇ બહાર આવતા પરેશ નામનો યુવક ઘરમાં ઘુસી ગયો હતો. 

પરેશને ઘરમાં કેમ આવ્યો છે તેવું પુછતા તેણે મારી વાત સાંભળ કહીને આગળ વધવાનું શરૂ કર્યું હતું. જો કે યુવતીએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. તેનો ભાઇ પણ આવી ગયો હતો. દરમિયાન યુવક પાછળના દરવાજેથી ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ આ મુદ્દે પોલીસને જાણ કરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ આદરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news