જેઠાણીએ કહ્યું દેરાણી સાથે સંબંધો નહી બાંધતા નહી તો હું ઝેર પી લઇશ, તમારે બસ...

 તાલુકાના ગાના ગામની પરિણીતાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ દહેજની માંગણી તથા શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઇ છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, પતિ દહેજની માંગ કરે છે અને છુટાછેડા માંગે છે. જેઠાણી મારા પતિને મારી સાથે શારીરિક સંબંધો નહી રાખવા અને બીજો દિકરો પેદા નહી રાખવા દબાણ કરશે. મારા પતિ જો મારી સાથે સંબંધ રાખશે તો તેઓ (જેઠાણી) દવા પી લેશે તેવી ધમકી આપી રહ્યા છે. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે પતિ, સાસુ-સસરા અને જેઠ-જેઠાણી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી છે. 

Updated By: Jan 18, 2021, 11:41 PM IST
જેઠાણીએ કહ્યું દેરાણી સાથે સંબંધો નહી બાંધતા નહી તો હું ઝેર પી લઇશ, તમારે બસ...

આણંદ : તાલુકાના ગાના ગામની પરિણીતાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ દહેજની માંગણી તથા શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઇ છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, પતિ દહેજની માંગ કરે છે અને છુટાછેડા માંગે છે. જેઠાણી મારા પતિને મારી સાથે શારીરિક સંબંધો નહી રાખવા અને બીજો દિકરો પેદા નહી રાખવા દબાણ કરશે. મારા પતિ જો મારી સાથે સંબંધ રાખશે તો તેઓ (જેઠાણી) દવા પી લેશે તેવી ધમકી આપી રહ્યા છે. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે પતિ, સાસુ-સસરા અને જેઠ-જેઠાણી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી છે. 

પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટનાં નવા અધ્યક્ષ, આ પદ સંભાળનાર બીજા પીએમ બનશે

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, ગાના ગામમાં રહેતી પરિણીતા  ઘરકામ કરે છે. 10 ફેબ્રુઆરી 2018ના દિવસે તેમના લગ્ન હેમગીરીમાં રહેતા શૈલેષ ઠક્કર સાથે થયા હતા. શરૂઆતમાં સંસાર સારો ચાલતો હતો અને એક પુત્રનો જનમ થયો હતો. ત્યાર બાદ પતિ શૈલેષ  તથા શાસરિયાઓ તરફતી નાની નાની બાબતે મહેણા ટોણા મારવામાં આવતા હતા. તુ તારા પિતાના ઘરેથી શું લાવીકહી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. છુટાછેડા અને બીજા લગ્નની ધમકી આપતા હતા.

વડોદરામાં પૂરપાટ ઝડપે જતી પોલીસ PCR વાન છોટા હાથી સાથે ધડાકાભેર અથડાઇ

પતિ શૈલેષ છુટાછેડા લઇને બીજા લગ્ન કરવાની ધમકી આપતા હતા. 16 જાન્યુઆરી 2020 ના રોજ મારઝુડ કરીને ઘરમાથી કાઢી મુકી હતી. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, મારા દીકરાને સસરા દુકાને લઇ ગયા હતા. જ્યાં તે ટેબલથી પડી ગયો હતો. ત્યારે પણ તેને દવાખાને લઇ જવાયા નહોતા. મારા જેઠાણી મારા પતિને સતત ચડાવતા હતા. જેઠાણી મારા પતિને કહેતા રહેતા કે તમારે પત્ની સાથે શારીરિક સંબંધ રાખવો નહી અને બીજો દીકરો પેદા કરવો નહી. જો તમે તેની સાથે શારીરિક સંબંધો રાખશો તો હું ઝેર પી લઇશ તેવી ધમકી આપતા હતા. 

તમારી દિકરીનું ગોત્રી મેડિકલ કોલેજમાં થઇ જશે, કહી ઠગ હર્ષિલ લિંબચીયાએ કરી લાખો રૂપિયાની ઉચાપત

અસહ્ય ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી કરાતા પતિ શૈલેષ ઠક્કર, જેઠ અંકિત ઠક્કર, જેઠાણી કાજલ ઠક્કર, સસરા દિનેશ ઠક્કર તથા સાસુ જયશ્રી ઠક્કર વિરુદ્ધ 498 (એ), 506 (2), 114 તથા દહેજ પ્રતિબંધ અધિનિયમ 3,4 અનુસાર ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube