ટ્રાફિક પોલીસનો નવો પ્રોજેક્ટ, ઇ-મેમો નહિ ભરનારની સામે થશે આ પ્રકારની કાર્યવાહી

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ટ્રાફિક પોલીસ અવનવા પ્રયોગો કરી વાહનચાલકોને ટ્રાફિક રૂલ્સ ફોલો કરાવી રહી છે. જેને લઇ હવે ટ્રાફિક રૂલ્સ તોડવાનું પ્રમાણ પણ ઓછુ થયું છે. તો હવે ટ્રાફિક પોલીસે આ કાર્યવાહીને વધુ મજબુત બનાવી ઈ મેમો નહિ ભરનારાઓ સામે સ્થળ પર જ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. 

ટ્રાફિક પોલીસનો નવો પ્રોજેક્ટ, ઇ-મેમો નહિ ભરનારની સામે થશે આ પ્રકારની કાર્યવાહી

મૌલિક ધામેચા/અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ટ્રાફિક પોલીસ અવનવા પ્રયોગો કરી વાહનચાલકોને ટ્રાફિક રૂલ્સ ફોલો કરાવી રહી છે. જેને લઇ હવે ટ્રાફિક રૂલ્સ તોડવાનું પ્રમાણ પણ ઓછુ થયું છે. તો હવે ટ્રાફિક પોલીસે આ કાર્યવાહીને વધુ મજબુત બનાવી ઈ મેમો નહિ ભરનારાઓ સામે સ્થળ પર જ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. 

વર્ષ 2018 એપ્રિલથી અમદાવાદમાં ફરીથી ઈ મેમોની શરૂઆત કરાઈ. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ 1500થી વધુ કેમેરા દ્વારા ટ્રાફિક અંગે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તો અમદાવાદ હજી પણ કેટલાક વાહનચાલકો આ નિયમોને ઘોળીનેપી જતા હોય તેમ બિન્દાસ પણે રોડ રસ્તે નીકળી જાય છે. 

પણ હવે આવા વાહનો ચાલકો પર પોલીસની નજર હોય છે એ વાત ભૂલતા નહિ. ત્યારે હેલ્મેટ પેહરી કે સીટબેલ્ટ પહેરલ હોવા છતાં પણ ટ્રાફિક પોલીસ ઉભા રાખે તો જરૂર સમજજો કે, ક્યાંક ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું છે. અને તેનો દંડ ભરવાનો બાકી છે. જી હા પોલીસે હવે નવો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. સ્થળ પરજ દંડ અંગે કાર્યવાહી કરવાનો ત્યારે જાણો કેવી રીતે થાય છે આ કાર્યવાહી.

  • નહી ભરેલા ઈ મેમો પણ હવે ભરવા પડશે
  • સ્થળ પર જ ઈ મેમો ભરાવશે ટ્રાફિક પોલીસ
  • કેટલા મેમો નથી ભર્યા તેનો હિસાબ આપશે ટ્રાફિક પોલીસ 
  • ઈ મેમો નહી ભરો તો વાહન થશે ડીટેઈન 

ટ્રાફિક નિયમોનું પાલન હવે અમદાવાદમાં નહી કરનારાઓને વધુ ખિસ્સા ખાલી કરાવતું લાગશે. કેમકે ઈ મેમો નહી મળ્યાનું પણ બહાનું પોલીસ હવે નહી ચલાવી લે. છેલ્લા એક મહિનાથી પોલીસે ટ્રાફિક ડ્રાઈવ કરીને બાકી તમામ ઈ મેમો ભરાવવા કામગીરી શરુ કરી છે. અને કરોડો રૂપિયાનાં બાકી મેમોનું વસુલાત કરી રહી છે. છેલ્લા એક માસની વાત કરીએ તો ડીસેમ્બર 2018માં જ 23 લાખ રૂપિયાની વસુલાત કરી છે. તો અગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ અનેક જગ્યાઓ પર બાકી દંડની વસુલાત કરવા પોલીસની ટીમો તૈનાત રાખશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news