ICMR ની સ્ટડીમાં દાવો, કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક છે કોવૈક્સીન
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ વિરુદ્ધ કોવૈક્સીન અસરકારક છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વિરુદ્ધ જંગ વચ્ચે એક મોટા અને સારા સમાચાર આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોનાના ડેલ્ટા પ્લવ વેરિએન્ટ વિરુદ્ધ કોવૈક્સીન અસરકારક છે.
ડેલ્ટા વેરિએન્ટના મુકાબલે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ સંક્રામક હોવાની સંભાવના ઓછી
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં હાલના કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ખુબ ખતરનાક અને સંક્રામક છે. પરંતુ સરકારી પેનલ ઇન્સાકાગે (INSACOG) સ્પષ્ટ કર્યુ કે ડેલ્ટાથી પેદા થયેલ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મુકાબલે ઓછો સંક્રામક હોઈ શકે છે. ઇન્સાકાગે તે પણ કહ્યું કે એવાઈ.3 ને ડેલ્ટાના નવા ઉપ-સ્વરૂપના રૂપમાં ચિન્હિત કરવામાં આવ્યો છે. આ મ્યૂટેન્ટ વિશે હજુ કોઈ મહત્વપૂર્ણ જાણકારી નથી. પરંતુ તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. ડેલ્ટા વેરિએન્ટ અત્યાર સુધી 85 દેશોમાં ફેલાય ચુક્યો છે.
COVAXIN effective against Delta Plus variant of COVID19, says Indian Council of Medical Research (ICMR) study pic.twitter.com/8DxlqXixt5
— ANI (@ANI) August 2, 2021
ડેલ્ટા વેરિએન્ટના કેસ વધવાની ચેતવણી
કોવિડની આ લહેરની આશંકા વચ્ચે નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમણ વધી શકે છે. આ ચિકનપોક્સની જેમ સરળતાથી ફેલાય છે. ઈન્ડિયન Sars-CoV-2 જીનોમિક કન્સોર્ટિયમ (INSACOG) ના આંકડા અનુસાર મે, જૂન અને જુલાઈમાં દરેક 10 કોવિડ-19 કેસમાંથી લગભગ 7 કેસ વધુ સંક્રામક ડેલ્ટા વેરિએન્ટના હતા.
કોવૈક્સીન, કોવિશીલ્ડ રસીના મિક્સ્ડ ડોઝ પર અભ્યાસ માટે મંજૂરીની ભલામણ
ICMR ની એક નિષ્ણાંત સમિતિએ તે વાતની ભલામણ કરી છે કે વેલ્લોર સ્થિત ક્રિશ્ચિયન મેડિકલ કોલેજને કોવિડની બે રસી કોવૈક્સીન અને કોવિશીલ્ડના મિશ્રણની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપવામાં આવે. સત્તાવાર સૂત્રોએ આ જાણકારી આપી છે. સમિતિએ ભારત બાયોટેકને તેની કોવૈક્સીન અને તાલીમ-સ્તરની સંભવિત એડેનોવાયરલ ઇન્ટ્રાનાસલ રસી BBV154 ની ક્રિયાપ્રતિક્રિયા પર અભ્યાસ કરવા માટે મંજૂરીની ભલામણ પણ કરી હતી. પરંતુ હૈદરાબાદ સ્થિત કંપનીને તેના અભ્યાસમાંથી 'મ્યુચ્યુઅલ વેરિએશન' શબ્દ દૂર કરવા અને મંજૂરી માટે સુધારેલ પ્રોટોકોલ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે