આજે ખેડૂતો દ્વારા વંથલી બંધનું એલાન, જૂનાગઢ સોમનાથ નેશનલ હાઇવેને ચક્કાજામની ધમકી

વંથલી તાલુકાનાની જીવાદોરી સમાન ઓઝત નદીમાંથી ખનન સામે પ્રજાનો વિરોધ હોવા છતાં કલેક્ટર દ્વારા લીજ મંજુર કરતા વંથલી સહીત આસપાસના ગામ લોકો તેમજ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના પગલાં રૂપે આજે વંથલી બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આજે ખેડૂતો દ્વારા વંથલી બંધનું એલાન, જૂનાગઢ સોમનાથ નેશનલ હાઇવેને ચક્કાજામની ધમકી

હનીફ ખોખર/ જૂનાગઢ: વંથલી તાલુકાનાની જીવાદોરી સમાન ઓઝત નદીમાંથી ખનન સામે પ્રજાનો વિરોધ હોવા છતાં કલેક્ટર દ્વારા લીજ મંજુર કરતા વંથલી સહીત આસપાસના ગામ લોકો તેમજ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના પગલાં રૂપે આજે વંથલી બંધનું એલાન આપવામાં આવ્યું છે. અને જૂનાગઢ સોમનાથ નેશનલ હાઇવેને ચક્કાજામ કરી દેવાની ધમકી ઉચ્ચારી છે. 

સામાન્ય રીતે જ નદીના પટમાંથી રેતીની લીજ આપવા માટે નિયમો બનેલા હોય છે પરંતુ જૂનાગઢના તત્કાલીન કલેક્ટર આલોક કુમાર પાંડે દ્વારા નિયમોને નેવે મૂકી ઓજત ડેમ અને પુલથી નજીકમાં લીજ મંજુર કરતા ઘણા સમય થી વિરોધ થઇ રહ્યો હતો, પરંતુ જૂનાગઢના કલેક્ટર ડૉ રાહુલ ગુપ્તા આ લીજ સ્થગિત કરી દીધી હતી. હવે કલેક્ટરની બદલી થતા નવા આવેલા કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ લીજ માટેની મંજૂરી આપતા ઓજત નદીમાં ખનન કાર્ય શરૂ થતા વંથલી તેમજ આસપાસના દાસ જેટલા ગામના ખેડૂતો અને રહીશો દ્વારા ભારે વિરોધ શરૂ થયો છે. આજે વંથલી શહેર બંધ સહિત જૂનાગઢ સોમનાથ નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે તે ઉપરાંત આ ગામના 50 જેટલા લોકો દ્વારા તા. 29 જૂન ના રોજ કલૅક્ટર કચેરી સામે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વિસાવદર તાલુકાના ખંભાળિયાથી શરૂ કરી વંથલી તાલુકાના ટીકર ગામ સુધીની ૪૫ કિ.મીની લંબાઈની ઓઝત નદીમાં મોટાભાગની લંબાઈમાં જલ સંગ્રહ થતો હોય તે વિસ્તારમાં કોઈ લીઝ ધારકને રેતીની લીજ આપી શકતી નથી છતાં પણ આવી લીઝ મંજૂર કરી દેવામાં આવી છે. એટલે વંથલી તાલુકાના લોકોની માંગણી છે.

જે અધિકારીઓએ ગેરકાયદેસર રીતે લીજ મંજૂર કરી છે તે અધિકારીઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે અને તે માટે ખેડૂત નયન કાલોલાએ હાઇકોર્ટમાં રીટ પણ કરી છે. તો બીજી તરફ ઓજત નદીમાં રેતીની લીઝના આ વિવાદ અંગે લીઝ ધારકનો સંપર્ક કરતા તેઓએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, અમુક લોકો ગેરકાયદેસર રીતે લીઝ વગર રેતી ચોરી કરી રહ્યા છે. અને હવે અમારી કાયદેસરની લીજ શરૂ થતાં તેઓ લોકોને ઉશ્કેરી આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news