ભારતીય અર્થવ્યવસ્થા એવી કાર છે, જેના ત્રણ ટાયર પંક્ચર થઇ ગયા છે: ચિદંબરમ

પૂર્વ કેંદ્રીય નાણામંત્રી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે રવિવારે (3 જૂન)ના રોજ અહીં કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા એવી કારની માફક થઇ ગઇ છે જેના ત્રણ ટાયર પંક્ચર છે. તેમણે પેટ્રોલ-ડીઝલ સહિત અન્ય વસ્તુઓના વધતા જતા ભાવ પર મોટી સરકારને આડે હાથ લીધા. 

ભારતીય અર્થવ્યવસ્થા એવી કાર છે, જેના ત્રણ ટાયર પંક્ચર થઇ ગયા છે: ચિદંબરમ

થાણે: પૂર્વ કેંદ્રીય નાણામંત્રી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે રવિવારે (3 જૂન)ના રોજ અહીં કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા એવી કારની માફક થઇ ગઇ છે જેના ત્રણ ટાયર પંક્ચર છે. તેમણે પેટ્રોલ-ડીઝલ સહિત અન્ય વસ્તુઓના વધતા જતા ભાવ પર મોટી સરકારને આડે હાથ લીધા. કોંગ્રેસની મહારાષ્ટ્ર એકમ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં ચિદંબરમે કહ્યું, '' ખાનગી રોકાણ અને સરકારી ખર્ચ કોઇ અર્થવ્યવસ્થાના ચાર વૃદ્ધિ એંજીન (ગ્રોથ એંજીન) છે. આ કોઇ કારના ચાર ટાયરોની માફક છે. જો એક અથવા બે ટાયર પંક્ચર થઇ જાય તો ગાડી ધીમી પડી જાય છે, પરંતુ આપણા ત્યાં તો ત્રણેય ટાયર પંક્ચર થઇ ગયા છે.''

તેમણે કહ્યું કે સરકારી ખર્ચ ફક્ત સ્વાસ્થ દેખભાળ અને કેટલીક અન્ય સુવિધાઓમાં ચાલુ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ''આ ખર્ચને જાળવી રાખવા માટે સરકારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (રસોઇ ગેસ) પર પણ ટેક્સ લગાવી દીધો છે. આ તે ટેક્સના નામ પર લોકો પાસેથી પૈસા વસૂલ કરી રહી છે અને તેમાંથી કેટલાક પૈસા જનસુવિધાઓ પર ખર્ચ કરી રહી છે.' તેમણે સવાલ કર્યો કે શું તમે તાજેતરમાં જ વિજળી ક્ષેત્રે કોઇ રોકાણ જોયું છે. પૂર્વ નાણામંત્રીએ વસ્તુ તથા સેવા ટેક્સ (જીએસટી)ના ''પાંચ સ્લેબ'' માટે પણ મોદી સરકારની ટીકા કરી. 

પેટ્રોલના ભાવ 25 રૂપિયા પ્રતિ લીટર સુધી ઓછા કરી શકાય છે: ચિદંબરમ
આ પહેલાં ઓઇલના સતત વધતા જતા ભાવને લઇને કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમે કેંદ્વ સરકારને જવાબદાર ગણાવી હતી. પૂર્વ નાણામંત્રીએ દાવો કર્યો હતો કે ઓઇલના ભાવ 25 રૂપિયા પ્રતિ લીટર સુધી કરી શકાય અછે, પરંતુ સરકારે પોતાના ફાયદા માટે ભાવ ઓછા કરતી નથી. ચિદંબરમે ગત 23 મેના રોજ ટ્વિટર પર કહ્યું હતું, 'ભાવ 25 રૂપિયા પ્રતિ લીટર સુધી ઓછા કરી શકાય છે, પરંતુ સરકાર આમ કરતી નથી. તે પેટ્રોલના ભાવ એક અથવા બે રૂપિયા ઓછા કરીને લોકોને દગો આપે છે.

ચિંદબરમે કહ્યું કે ''સરકારને પેટ્રોલ પર પ્રતિ લિટરે 25 રૂપિયાનો ફાયદો થઇ રહ્યો છે. આ પૈસા પર ગ્રાહકોનો હક છે. તેમણે કહ્યું કે ''કેંદ્ર સરકાર કેંદ્ર કાચા તેલના ભાવમાં ઘટાડાથી પ્રતિ લીટર પેટ્રોલ પર 15 રૂપિયા બચાવી શકે છે. આ ઉપરાંત તે પ્રતિ લીટર પેટ્રોલ પર 10 રૂપિયાનો વધારાનો ટેક્સ લગાવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news