Saurashtra: સૌરાષ્ટ્રના શેર 'ચીંટુ'નો છે આજે Birthday, પિતાની આંગળી પકડી શીખ્યા હતા ક્રિકેટ

9 ઓક્ટોબર 2010 ના રોજ તેઓ ભારતીય ટીમમાં પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા (Austrelia) સામે રમ્યા હતા અને ત્યારથી પોતાની ભારતીય ટીમ સાથે નવા કરિયરની શરૂઆત કરી હતી. ભારતીય ટીમ (Indian Team) સાથે 10 વર્ષ પૂર્ણ થતા  મેમરી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. 

Saurashtra: સૌરાષ્ટ્રના શેર 'ચીંટુ'નો છે આજે Birthday, પિતાની આંગળી પકડી શીખ્યા હતા ક્રિકેટ

રક્ષિત પંડ્યા, રાજકોટ: 25 જાન્યુઆરી 1988ના રોજ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) નો જન્મ રાજકોટમાં થયો હતો. રાજકોટ (Rajkot) માં જન્મેલા ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ના માતાનું નાની ઉંમરે અવસાન થયું હતું અને ત્યાર બાદ તેમની દરેક સંભાળ તેમના પિતા અરવિંદભાઇ પૂજારાએ કરી હતી. તેમના પિતા અરવિંદભાઈ પુજારા (Arvind Pujara) પણ પોતે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ (Surashtra Cricket Team) ના ખેલાડી હતા અને તેઓને પણ ક્રિકેટ (Cricket) પ્રત્યે ખૂબ જ લગાવ હતો. ચેતેશ્વર પૂજારાનું હુલામણું નામ છે ચીંટુ. અને ચીંટુ (Chintu) ને નાનપણથી ક્રિકેટ પ્રત્યે લગાવ હતો અને તે માટે તેમના પિતાએ તેમને પૂરતો સાથ અને સહયોગ આપ્યો હતો. 

વર્ષ 2005 માં ચેતેશ્વર પૂજારા  (Cheteshwar Pujara) ડોમેસ્ટિક ક્રિકેટ એટલે રણજી ટીમમાં સૌરાષ્ટ્ર ટીમમાં પસંદગી પામ્યા હતા અને તેમાં સારા પરફોર્મન્સના કારણે 5 વર્ષની મહેનત બાદ વર્ષ 2010 માં તેઓનું ભારતીય ઇન્ટરનેશનલ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

9 ઓક્ટોબર 2010 ના રોજ તેઓ ભારતીય ટીમમાં પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા (Australia) સામે રમ્યા હતા અને ત્યારથી પોતાની ભારતીય ટીમ સાથે નવા કરિયરની શરૂઆત કરી હતી. ભારતીય ટીમ (Indian Team) સાથે 10 વર્ષ પૂર્ણ થતા  મેમરી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી અને બધાનો આભાર માન્યો હતો. એટલું જ નહીં આ ઉપરાંત તાજેરમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામેની સિરીઝમાં ભારતને મળેલ જીતમાં ચેતેશ્વર પૂજાર (Cheteshwar Pujara) નો સિંહ ફાળો માનવામાં આવી રહ્યો છે. 

ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ પિતાની નજર હેઠળ મહેનત કરી એમના આશીર્વાદથી આજે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પ્લેટફોર્મ સુધી પહોંચી પરિવારનું શહેરનું અને દેશનું નામ રોશન કરીશ.   

ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) અત્યાર સુધી કુલ 79 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. જેમની અંદર તેઓએ 48.22 ના રનરેટ થી કુલ 6030 રન બનાવ્યા છે. પૂજારાએ પોતાના ટેસ્ટ કરિયર દરમિયાન વર્ષ 2012માં ઇંગ્લેન્ડ સામે હાઈએસ્ટ અણનમ રહી 206 રન બનાવ્યા છે. આ સાથે અત્યાર સુધી કુલ તેઓ 18 સેન્ચ્યુરી અને 27 હાફ સેન્ચુરી લગાવી ચૂક્યા છે.

પુજારાએ તેની 134મી ઇનિંગમાં 6000 રન પૂરા કર્યા છે. પૂજારા ભારત (India) માટે સૌથી ઝડપી 6000 ટેસ્ટ (Test Match) રન બનાવવાની દ્રષ્ટિએ, છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. આ કેસમાં તેણે પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. અઝહરુદ્દીને 143 ઇનિંગ્સમાં આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

10 વર્ષ પહેલા બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ થી પોતાના કરિયર ની શરૂઆત કરનાર પૂજારાએ, તેની કારકિર્દીની 18 મી ઇનિંગમાં 1000 રન પૂરા કર્યા હતા. એ જ રીતે 2000 રન 46 ઇનિંગ્સમાં, 3000 રન 67 ઇનિંગ્સમાં, 4000 રન 84 ઇનિંગ્સમાં, 5000 રન 108 અને 134 ઇનિંગ્સમાં 6000 રન પૂરા કર્યા છે.

પુજારા સિવાય, ભારત તરફથી સચિન તેંડુલકર (15921), રાહુલ દ્રવિડ (13265), સુનિલ ગાવસ્કર (10122), વીવીએસ લક્ષ્‍મણ (8781), વીરેન્દ્ર સેહવાગ (8503), વિરાટ કોહલી (7318), સૌરવ ગાંગુલી (7212), દિલીપ વેંગસરકર (6868), મોહમ્મદ અઝહરુદ્દીન (6215) અને ગુંડપ્પા વિશ્વનાથ (6080) એ ટેસ્ટ મેચોમાં 6 હજાર કે તેથી વધુ રન ભારત માટે બનાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news