Kiwi ખાવાના છે અદભૂત ફાયદા, જાણો એક દિવસમાં કેટલા કીવી ખાવા જોઈએ?
Benefits of Kiwi: કીવીનો સ્વાદ ઘણા લોકોને ખુબ પસંદ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ફળ ખાવાથી તમારા શરીરને કેટલા ફાયદા થઈ શકે છે.
Trending Photos
Kiwi Fruits Health Benefits: કિવી એક એવું ફળ છે જે આખા વર્ષ દરમિયાન માર્કેટમાં મળી રહે છે, જો તેને સુપરફૂડની કેટેગરીમાં રાખવામાં આવે તો કદાચ ખોટું નથી કારણ કે તેમાંથી ઘણા બધા પોષક તત્વો મળે છે. ભલે બજારમાં તેની કિંમત બીજા ઘણા ફળો કરતા થોડી વધારે હોય, પરંતુ તેને ખરીદવું અને ખાવું એ ક્યારેય ખોટનો સોદો સાબિત થશે નહીં.
કીવીમાં ઘણા પોષક તત્વો મળી આવે છે
કીવીમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જે લોકો પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે તેમણે કિવી ખાવી જ જોઈએ. આ ફળમાં પોટેશિયમ, વિટામીન સી અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આપણા શરીરને અનેક રીતે ફાયદો કરે છે. દરરોજ એક મધ્યમ કદની કીવી ખાવી તમારા માટે પૂરતી રહેશે.
આ પણ વાંચો:
The Kerala Story પર ભડક્યા CM પિનરાઈ વિજયન, આરએસએસ પર કર્યો પ્રહાર, કહ્યું આ ફિલ્મ
અંબાલાલે કહ્યું; આ આગાહીથી બચીને રહેજો, જાણો ક્યારે આવશે વાવાઝોડું? ક્યાં મચશે તબાહી
કર્ણાટકમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક! ફૂલની સાથે ફેંકવામાં આવ્યો મોબાઇલ, જુઓ Video
કિવી ખાવાના ફાયદા
1. જે લોકોને હ્રદયની બીમારી હોય તેમને કીવી ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે.
2. જો તમને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હોય તો કિવી ફળ ચોક્કસ ખાઓ, તેનાથી બીપી કંટ્રોલમાં આવશે.
3. ઓછી કેલરી હોવાને કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ મેડિસિનથી ઓછું ફ્રૂટ નથી. તે શુગર લેવલને કન્ટ્રોલ કરે છે..
4. કિવીનું નિયમિત સેવન કરવાથી ત્વચા પર અદભૂત ગ્લો આવે છે અને કરચલીઓ ગાયબ થઈ જાય છે.
5. જે લોકોને પેટની સમસ્યા હોય તેમણે કિવીનું નિયમિત સેવન કરવું જોઈએ.
6. કીવી પેટના અલ્સરને ઠીક કરવામાં પણ મદદ કરી શકે છે.
7. કીવીમાં ભરપૂર માત્રામાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે ખુબ જ ફાયદાકારક છે.
8. કીવીનું સેવન આપણા હાડકાં માટે પણ ફાયદાકારક છે, તેનાથી સાંધાનો દુખાવો દૂર થાય છે.
9. જે લોકો માનસિક સમસ્યાઓથી પીડિત હોય તેમણે તણાવ ઓછો કરવા માટે કીવી ખાવી જોઈએ.
10. કીવી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, તે ઘણા રોગો અને ચેપનું જોખમ ઘટાડે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
અમદાવાદના આ વિસ્તારોમાં પડ્યો ચોમાસા જેવો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ
કોણ બનશે કર્ણાટકનો કિંગ? ભાજપ-કોંગ્રેસનો આક્રમક પ્રચાર, એકબીજા પર વાર-પલટવાર
રાશિફળ 01 મે: આ 4 રાશિવાળાને ગ્રહ ગોચર કરાવશે અઢળક લાભ, ભોળાનાથની પણ અપાર કૃપા રહેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે