ગુજરાતમાં તસ્કરો બેફામ! પેટ્રોલ પંપ પર બે શખ્સોએ કરી મોટી લૂંટ, જાણો કોણ નીકળ્યું માસ્ટર માઇન્ડ?
મોરબી નજીક પેટ્રોલ પંપ ઉપરથી 48,000ની લૂંટ કરવામાં આવી છે, જેમાં બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં એક ઇજાગ્રસ્ત કર્મચારી જ માસ્ટર માઇન્ડ હોવાનો ધડાકો થયો છે.
Trending Photos
હિમાંશું ભટ્ટ/મોરબી: માળિયા નેશનલ હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામ નજીક શિવાનંદ પેટ્રોલ પંપ ઉપર બાઈકમાં આવેલા બે શખ્સો લૂંટ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં કામ કરતા કર્મચારીને કટર જેવા હથિયારથી હાથમાં ઇજા કરીને લુંટારુંઓ પેટ્રોલ ડીઝલના વેચાણના 48,000 લઈને ત્યાંથી નાસી ગયા હતા. જેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરી હતી અને એક ઇજાગ્રસ્ત શંકાના દાયરામાં હતો. જેથી તેની પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો અને તે પણ લૂંટની આ ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યું હતી. જો કે, હાલમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીની આસપાસના વિસ્તારમાં રોજગારી માટે ઘણા લોકો બીજા રાજ્યમાંથી આવે છે જો કે તેને કામે રાખનારા લોકો તેનો ડેટા લેતા નથી અને પછી બહારથી આવેલા લોકોમાંથી કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા હોય છે જે સમયાંતરે ગુણને અંજામ આપીને નાસી જતાં હોય છે આવી જ રીતે લૂંટની ઘટનાને રાજસ્થાનથી આવેલા બે શખ્સો દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો જેની મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે જય અંબેનગરમાં અંજનીપુત્ર એપાર્ટમેન્ટમાં રહેતા રોહીતભાઈ દુર્લભજીભાઈ છનિયારા જાતે પટેલ (27)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને 48,000 ની લૂંટના ગુનામાં હાલમાં પોલીસે નરેન્દ્રસિંહ દિલીપસિંગ રાવત (22) રહે. મૂળ રાજસ્થાન અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવત (24) રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરી છે.
હાલમાં પોલીસે જણાવ્યા પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામ પાસે તેનો શિવાનંદ પેટ્રોલ પંપ આવેલ છે અને ત્યાં તા 17/8 ના રોજ વહેલી સવારે 4:15 વાગ્યાના અરસામાં આરોપી નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાવત અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવત પલ્સર બાઈક લઈને પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા અને ત્યારે બાઈકમાં પાછળના ભાગમાં બેઠેલા શખ્સે પેટ્રોલ પંપ ઉપર કામ કરી રહેલા રાહુલસિંગ વિક્રમસિંગને કટર જેવા હથિયાર વડે જમણા હાથમાં છેકો કરીને ઇજા કરી હતી અને તેની પાસેથી પેટ્રોલ ડીઝલના વેચાણના રૂપિયા 48 હજારની લૂંટ કરી હતી.
આ બનાવની જાહેરાત કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ અને એલસીબીની ટિમ કામે લાગી હતી જો કે, પંપનો કર્મચારી શંકાસ્પદ હતો જેથી તેની પૂછપરછ કરવામાં આવતા તે પોલીસ પાસે પોપટ બની ગયો હતો અને તેની પાસેથી રૂપિયા લઈને ભાગેલા આરોપી નરેન્દ્રસિંહ દિલીપસિંગ રાવત અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવતને હળવદ પાસેથી એલસીબીની ટીમે દ્વારા પકડી લેવામાં આવેલ છે અને પેટ્રોલપંપનો કર્મચારી પણ લૂંટની ઘટનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે હાલમાં પકડેલા આરોપીઓ પાસેથી 48,100 ની રોકડ, 15000 ના ત્રણ મોબાઈલ અને ૬૦ હજારનું બાઇક આમ કુલ મળીને 1,23,600 નો મુદામાલ કબજે કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબી નજીક કરવામાં આવેલ લૂંટના બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને મુદામાલ સાથે પકડી લીધેલ છે જો કે, આ લૂંટની ઘટનાનો માસ્ટર માઇન્ડ નવદીપ ઉર્ફે નિરૂ રાવત નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
અત્રે ઉલેખનીય છે કે, બહારથી કામની શોધમાં મોરબી આવતા બધા જ લોકો ગુનાહિત માનસિકતા ધરાવતા નથી પરંતુ કોઈ પણ જગ્યાએ બહારથી આવેલા લોકોના સરકારી દસ્તાવેજી આધાર પુરાવા લેવામાં આવે તો આપવી કોઈ ઘટના બને તો તાત્કાલિક આરોપીને પકડી શકાય છે અને આટલું જ નહિ આવી ઘટનાઓને બનતી અટકાવી પણ શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે