ગુજરાતના આ શહેરમાં બનશે ફૂડ પાર્ક, માદરે વતન ગુજરાતને PM મોદીની નવી ભેટ, UAE બનાવશે

UAE signs MoU for food parks : UAE સરકાર ગુજરાતમાં કરશે ફૂડ પાર્કની સ્થાપના..અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સની ભારત મુલાકાત દરમિયાન થયા કરાર...ગુજરાત સરકાર અને અબુ ધાબી ડેવલપમેન્ટલ હોલ્ડિંગ કંપની વચ્ચે થયા MOU..
 

ગુજરાતના આ શહેરમાં બનશે ફૂડ પાર્ક, માદરે વતન ગુજરાતને PM મોદીની નવી ભેટ, UAE બનાવશે

Food Park In Gujarat : પરમાણુ ઉર્જાથી લઈને પેટ્રોલિયમ સુધી અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે ભારત પ્રવાસમાં 5 મહત્વના કરાર કર્યા. જેમાં ગુજરાતને મોટી ભેટ મળી છે. UAE ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવશે. ત્યારે હવે ગુજરાતમાં વધુ એક મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે. 

અબુ ધાબી ડેવલપમેન્ટલ હોલ્ડિંગ કંપની ગુજરાતમાં ફૂડ પાર્ક સ્થાપશે. સોમવારે નવી દિલ્હીમાં રાજ્ય સરકાર અને કંપની વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. યુએઈ સરકારે જાન્યુઆરી 2024માં વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન ફૂડ પાર્કની દરખાસ્ત કરી હતી. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત અને UAEએ પાંચ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. તેમાં પરમાણુ ઉર્જા કામગીરી, એલએનજી સપ્લાય, ADNOC અને ઈન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) અને અબુ ધાબી ઓનશોર બ્લોક માટે ઉત્પાદન કન્સેશન કરારનો સમાવેશ થાય છે.

ભારતમાં ફુડ પાર્ક સ્થાપિત કરવા ગુજરાત સરકાર અને અબૂ ધાબી ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપની પીજેએસસી વચ્ચે એક અલગ સમજૂતી થઈ છે. બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે થયેલા હસ્તાક્ષરોમાં અબુધાબી નેશનલ ઑઈલ કંપની (ADNOC) અને ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) વચ્ચે લાંબા ગાળા માટે એલએનજી પુરવઠોનો સમજૂતી કરાર તેમજ એનડીએનઓસી અને ઈન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) વચ્ચેનો કરાર સામેલ છે. આ ઉપરાંત ગુજરાત સરકાર અને અબુધાબી ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપની PJSC વચ્ચે પણ ગુજરાતમાં ફૂડ પાર્ક (Food Park In Gujarat) બનાવવા અંગે સહમતી સધાવાની સાથે કરાર કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ક્યાં બનશે ફુડ પાર્ક
ગુજરાતમાં અમદાવાદમાં ફૂડ પાર્ક બનાવાવમાં આવશે. ફૂડ પાર્ક વિદેશ મંત્રાલયે પ્રેસ રિલીઝ બહાર પાડી છે. જે અનુસાર અબુ ધાબીની કંપની અમદાવાદના બાવળા નજીક આવેલા ગુંદાનપરા ગામને આ પ્રોજેક્ટ માટે આશાસ્પદ સ્થળ તરીકે પસંદગી કરી શકે છે. અને ત્યાં ફૂડ પાર્ક વિકસાવવામાં રૂચિ ધરાવે છે. આ ફૂડ પાર્ક બનાવવાનું કામ 2025ના બીજા ક્વાર્ટરમાં શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે PMએ હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news