ગુજરાત: Howdy Modi સ્ટાઇલમાં Donald Trump અમદાવાદમાં કાર્યક્રમ યોજશે

ગત વર્ષે અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદીને મળેલી બહોળા પ્રતિસાદ બાદ અને પબ્લિસીટી બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચૂંટણી પ્રચાર માટે ભારતમાં હાઉડી મોદી પ્રકારનો જ એક કાર્યક્રમ યોજે તેવી શક્યતા છે. આગામી ફેબ્રુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ભારત યાત્રા વખતે વડાપ્રધાન મોદીનાં હોમ સ્ટેટ ગુજરાતનાં સૌથી મોટા શહેર અમદાવાદ ખાતે હાઉડી મોદી જેવો કાર્યક્રમ યોજાય અને તેમાં વડાપ્રધાન મોદી પોતે હાજર રહે તેવી શક્યતા છે. જો કે આ અંગે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. 

Updated By: Jan 19, 2020, 12:37 AM IST
ગુજરાત: Howdy Modi સ્ટાઇલમાં Donald Trump અમદાવાદમાં કાર્યક્રમ યોજશે

અમદાવાદ : ગત વર્ષે અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદીને મળેલી બહોળા પ્રતિસાદ બાદ અને પબ્લિસીટી બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચૂંટણી પ્રચાર માટે ભારતમાં હાઉડી મોદી પ્રકારનો જ એક કાર્યક્રમ યોજે તેવી શક્યતા છે. આગામી ફેબ્રુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ભારત યાત્રા વખતે વડાપ્રધાન મોદીનાં હોમ સ્ટેટ ગુજરાતનાં સૌથી મોટા શહેર અમદાવાદ ખાતે હાઉડી મોદી જેવો કાર્યક્રમ યોજાય અને તેમાં વડાપ્રધાન મોદી પોતે હાજર રહે તેવી શક્યતા છે. જો કે આ અંગે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. 

મે ભી ''ચોકીદાર'' સાથે ભાજપનાં નેતાની મારામારી, ગુંડાને પણ શરમાવે તેવું વાણી-વર્તન

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ખતે અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે. જેમાં બીજી ટર્મ માટે ઉમેદવારી કરવા ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી છે. ભારતીય મુળનાં અમેરિકી નાગરિકોને રિઝવવાનાં પ્રયાસ સ્વરૂપે ગત વર્ષે હ્યુસ્ટન ખાતે મોદીનાં હાઉડી કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાજરી આપી હતી. આ ઉપરાંત અમેરિકાનાં અનેક વજનદાર નેતાઓ પણ હાજર રહ્યા હતા. હવે આ જ કડીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગુજરાતમાં આવો કાર્યક્રમ યોજે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં મોટા પ્રમાણમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ સવિશેષ પ્રમાણમાં છે. ત્યારે આ તમામ વોટને ડાયવર્ટ કરવા ટ્રમ્પ ભારતની અને ગુજરાતની મદદ લે તેવી શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube