વડોદરા નિગમ ચૂંટણીમાં કોંગ્રેસે ડેટિંગ ડેસ્ટિનેશનનો વાયદો કર્યો, ભાજપે કહ્યું- જેવા સંસ્કાર, તેવો વાયદા
Trending Photos
વડોદરા : ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના કારણે રાજકારણમાં ગરમાવો છે. વડોદરા નિગમ ચૂંટણી માટે કોંગ્રેસે મંગળવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. જેમાં યુવાઓને આકર્ષિત કરવા માટે ડેટિંગ ડેસ્ટિનેશન બનાવવાનો વાયદો કર્યો છે. તેનાથી વડોદરાના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. જેના પર બીજેપીએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે જેવા સંસ્કાર છે તેવો જ મેનિફેસ્ટો કોંગ્રેસે જાહેર કર્યો છે.
1. કોંગ્રેસે ડેટિંગ ડેસ્ટિનેશન બનાવવાનો વાયદો કર્યો
2. વડોદરા નિગમ ચૂંટણીમાં કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
3. 'વડોદરા સંસ્કારી નગરી, રાહુલનો હશે આઈડિયા'
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે વડોદરામાં નિગમની ચૂંટણી માટે કોંગ્રેસે મંગળવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. જેમાં યુવાઓને આકર્ષિત કરવા માટે ડેટિંગ ડેસ્ટિનેશન બનાવવાનો વાયદો કરવામાં આવ્યો છે. તેનાથી વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જેના પર બીજેપીએ નિશાન સાધતાં કહ્યું કે જેવા સંસ્કાર છે તેવી જ વાત કોંગ્રેસ કરી રહ્યું છે.
ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે શું લખ્યું:
કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે જો પાર્ટી સત્તામાં આવશે તો ડેટિંગ ડેસ્ટિનેશન તૈયાર કરવામાં આવશે. આ અંગે વડોદરા કોંગ્રેસના અધ્યક્ષ પ્રશાંત પટેલનું કહેવું છે કે યુવા વર્ગને પણ જીવન જીવવાનો અધિકાર છે. જે કેફે સેન્ટર છે તેને સરકારે બંધ કરી દીધા છે. આમ પણ પૈસાવાળા છોકરા જ કેફે સેન્ટર જઈ શકે છે. ગરીબ અને મધ્યમ વર્ગના છોકરા ક્યાં જશે? તેને ધ્યાનમાં રાખીને અમે સરકારમાં આવીને ગરીબ યુવા માટે એવી વ્યવસ્થા બનાવીશું, જ્યાં તે શાંતિથી બેસી શકશે.
વડોદરા કોંગ્રેસ તરફથી 19 વોર્ડમાં પોતાના 76 ઉમેદવાર ઉતાર્યા છે. બીજી બાજી ભાજપ મિશન 76 લઈને ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી તરફથી ડેટિંગ ડેસ્ટિનેશનના વાયદા પર ભાજપે પ્રહાર કર્યા છે. વડોદરા ભાજપના પૂર્વ મેયર ભરત ડાંગરે કહ્યું કે જેમના જેવા સંસ્કાર હોય છે, તે આવું જ કરે છે. વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે. અહીંયા બીજેપીએ બાગ-બગીચા લોકોની ફિટનેસ અને બાળકોને રમવા માટે બનાવ્યા છે. હું માનું છું કે કોંગ્રેસે ડેટિંગ ડેસ્ટિનેશન બનાવવાનો વાયદો રાહુલ ગાંધીને કહેવાથી કર્યો હશે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો મુ્દ્દો ભાજપ અને કોંગ્રેસ માટે એક જંગ છે. બીજેપી ઈચ્છે છે કે તે બધી બેઠકો જીતી જાય. તો કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસના સપોર્ટર બનો અને કામના કોર્પોરેટરને પસંદ કરોની થીમ આપી છે. સાથે જ સારા રસ્તા અને સરકારી નોકરીનો પણ વાયદો કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે