વડોદરા : PI ની ગુમ પત્નીને શોધવા પોલીસે દહેજના ગામો ખૂંદ્યા, રોજના 40 જેટલા ફોન આવે છે

Updated By: Jul 8, 2021, 08:28 AM IST
વડોદરા : PI ની ગુમ પત્નીને શોધવા પોલીસે દહેજના ગામો ખૂંદ્યા, રોજના 40 જેટલા ફોન આવે છે
  • રોજના પોલીસને 40થી વધુ ફોન મળી રહ્યા છે, જેમાં લોકો સ્વીટી પટેલ વિશે અલગ અલગ માહિતી આપી રહ્યાં છે
  • છેલ્લાં દહેજમાં જોવા મળ્યા હોવાના સમાચાર મળતા પોલીસે દહેજના ગામો ખૂંદવાનું શરૂ કર્યું છે

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં પીઆઈ અજય દેસાઈની પત્ની ગુમ થવાનો મામલામાં નવા વળાંકો આવી રહ્યાં છે. પીઆઈ દેસાઈના પત્ની સ્વીટી પટેલ એક મહિનાથી ગુમ થયા છે. ત્યારે વિવિધ શહેરોમાં તેઓ જોવા મળ્યા હોવાના રોજના પોલીસને 40થી વધુ ફોન મળી રહ્યા છે. છેલ્લાં દહેજમાં જોવા મળ્યા હોવાના સમાચાર મળતા પોલીસે દહેજના ગામો ખૂંદવાનું શરૂ કર્યું છે. 

ગુમ સ્વીટી પટેલને શોધવા કરજણ પોલીસે દહેજમાં ધામા નાંખ્યા છે. 150 થી વધુ પોલીસ જવાનો દહેજના ગામો ખૂદી રહ્યાં છે. પોલીસે દહેજ, મેથી ગામ આજુબાજુના ઝાડીઝાંખરામા તપાસ કરી છે. ડોગ સ્કવોડની પણ મદદ લેવાઈ રહી છે. પાંચ દિવસથી પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, પણ હજુ સુધી કોઈ કડી નથી મળી. 

આ પણ વાંચો : ગુજરાતના 5 નેતાઓની મંત્રી મંડળમાં પસંદગી કરીને મોદી-શાહે ખેલ્યો મોદો દાવ   

એક માસ સુધી શોધખોળ કરાયા બાદ પણ કરજણ પોલીસને સ્વીટી પટેલની કોઈ ભાળ મળી નથી. આખરે પોલીસે પેમ્પ્લેટ છપાવીને શોધખોળ આદરી હતી. સાથે જ અખબારોમાં જાહેરાતો આપીને પણ લોકોને માહિતી આપવા અપીલ કરી છે. ત્યારે રોજના પોલીસને 40થી વધુ ફોન મળી રહ્યા છે, જેમાં લોકો સ્વીટી પટેલ વિશે અલગ અલગ માહિતી આપી રહ્યાં છે. પોલીસ કરજણ અને તેની આસપાસના વિસ્તારોમાં ફરી વળી હતી. અવાવરુ સ્થળોએ, રેલવે ટ્રેક પાસે તથા બસ ડેપોના સીસી ટીવી ફુટેજ અને બિનવારસી મૃતદેહો ની પણ તપાસ કરી રહી છે. 

આ પણ વાંચો : ગુંડાગિર્દી ઉતર્યા વડોદરાના પોલીસ કર્મચારી, ડુંગળી મફત ન આપનારા ફેરિયાને માર માર્યો 

તો બીજી તરફ, પીઆઈ અજય દેસાઈનો સતત બીજા દિવસે સસ્પેક્ટ ડિટેક્શન સિસ્ટમ ટેસ્ટ પોલીસે કરાવ્યો છે. પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વિટીબેન મહેન્દ્રભાઇ પટેલ (ઉ.37) 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8-30 વાગ્યાના અરસામાં ઘર છોડી જતાં રહ્યાં હતા. પીઆઇ અને સ્વિટીબેને પ્રેમલગ્ન કર્યાં હતાં. તેઓ પોતાના માસુમ દીકરા અને પતિને છોડીને જતા રહ્યા તે બાબત અનેક સવાલો પેદા કરે છે. સ્વીટીબેનના ગાયબ થયાની રિપોર્ટ તેમના ભાઈએ લખાવી હતી. પીઆઇ એ.એ.દેસાઇએ 2016માં સ્વીટી બેન પટેલ સાથે ફુલ હાર કર્યા હતા પણ 2017માં તેમણે સમાજ રાહે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. પીઆઇએ બીજા લગ્ન કરતાં જ સ્વીટી બેને પીઆઇને તેમના બીજા પત્નીને છુટાછેડા આપી દઇ પોતાને કાયદેસરની પત્ની સ્વીકારવા આગ્રહ શરુ કર્યો હતો અને ત્યાર બાદ બંને વચ્ચે ઝઘડા થાવ માંડયા હતા.