પાડાના વાંકે પખાલીને ડામ: 'જ્યાં સુધી દંડના રૂપિયા પાછા નહિ આપે ત્યાં સુધી બજાર બંધ રાખવાની ચીમકી'

વડોદરા (Vadodara) શહેર સહિત સમગ્ર ગુજરાત (Gujarat) માં ઘાતક બનેલા કોરોનાના પગલે સરકારને કરફ્યુમાં વધારો કરવાની ફરજ પડી છે. તે સાથે 30મી એપ્રીલ સુધી જાહેર કાર્યક્રમો ન કરવા માટેની ગાઇડલાઇન જાહેર કરવાની પણ ફરજ પડી છે.

પાડાના વાંકે પખાલીને ડામ: 'જ્યાં સુધી દંડના રૂપિયા પાછા નહિ આપે ત્યાં સુધી બજાર બંધ રાખવાની ચીમકી'

રવિ અગ્રવાલ, વડોદરા: કોરોનાનું સંક્રમણ ઓછું કરવા હાઈકોર્ટે (High Court) સરકારને રાજ્યમાં 3 થી 4 દિવસનું લોકડાઉન (Lock Down) કે કર્ફ્યું (Curfew) કરવા નિર્દેશ કર્યો છે જેને લઈ લોકોમાં ભ્રમ ફેલાયો છે કે સરકાર આગામી દિવસોમાં લોકડાઉન જાહેર કરશે. તેથી લોકો અનાજ કરિયાણાની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં હાથીખાના (Hathikhana) અનાજ કરિયાણા બજારમાં ઉમટી પડ્યા હતા. જેના પગલે કોર્પોરેશનની ટીમે હાથીખાનાના વેપારીઓને નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ફટકાર્યો હતો. જેનો વેપારીઓએ વિરોધ કર્યો, સાથે જ બજાર અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. 

વડોદરા (Vadodara) શહેર સહિત સમગ્ર ગુજરાત (Gujarat) માં ઘાતક બનેલા કોરોનાના પગલે સરકારને કરફ્યુમાં વધારો કરવાની ફરજ પડી છે. તે સાથે 30મી એપ્રીલ સુધી જાહેર કાર્યક્રમો ન કરવા માટેની ગાઇડલાઇન જાહેર કરવાની પણ ફરજ પડી છે. ત્યારે સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે હજુ પણ લોકડાઉન સહિતના કડક પગલાં ભરે તેવી દહેશતના પગલે મોડી સાંજથી શહેરના શોપિંગ મોલ, અનાજ કરિયાણાની દુકાનો, શાકભાજી માર્કેટ સહીતના બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા.

દરમિયાન શહેર તેમજ આસપાસના ગામોના નાના, મોટા વેપારીઓ પણ વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે સૌથી મોટા બજાર ગણાતા એવા હાથીખાના બજારમાં આજે વહેલી સવારથી ખરીદી માટે ઉમટી પડ્યા હતા. હાથીખાના બજારમાં વહેલી સવારે કીડિયારું ઊભરાયું હોઇ, તેમ વેપારીઓએ ભારે ધસારો કર્યો હતો. તે સાથે માસિક કરિયાણું ભરતા ગ્રાહકો દ્વારા પણ ભારે ભીડ કરવામાં આવી હતી.

લોકડાઉન (Lock Down) ની દહેશતના પગલે વહેલી સવારથી હાથીખાના બજારમાં ઊમટી પડેલા વેપારીઓ અને છૂટક ગ્રાહકોના પગલે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું.  વેપારીઓ દ્વારા પણ નાના વેપારીઓ અને ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની ફરજ ચૂક્યા હતા. 

જોકે વેપારી એસોસીએશનના અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે હાથીખાના બજારમાં પૂરતો સ્ટોક છે. સરકાર દ્વારા કોઈ લોકડાઉન કરવામાં આવનાર નથી. આથી ભીડ ન કરવા અને જથ્થાનો સંગ્રહ ના કરવા અપીલ કરી તેમ છતાં નાના વેપારીઓએ ખરીદી માટે ભારે ઘસારો કર્યો હતો.

હાથીખાના (Hathikhana) માર્કેટ (Market) માં ભીડ ઉમટી પડતાં પાલિકાની ટીમએ વેપારીઓને નિયમોનું પાલન ના કરવા બદલ 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો જેથી વેપારીઓ ઘુસ્સે ભરાયાં અને પાલિકાની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. સાથે જ પાલિકાના અધિકારીઓ માફી નહિ માંગે અને દંડના રૂપિયા પાછા નહિ આપે ત્યાં સુધી બજાર બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news