ઊનાળો શરૂ થતા જ ગુજરાતમાં ભડકે બળ્યા શાકભાજીના ભાવ

ઉનાળાની શરૂઆત થતા જ લોકોના મગજનો પારો વધી જાય છે. ત્યાં ગૃહિણીઓને ટેન્શન આવી જાય તેવો ભાવવધારો શાકભાજીમાં નોંધાયો છે. ઉનાળો આવતા જ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેમાં ખાસ કરીને લીંબુના ભાવ સાતમા આસમાન પર પહોંચી ગયા છે. શાકભાજીનો ભાવ વધતા સીધી અસર ઘરના બજેટને થઈ છે. ચૂંટણી ટાંણે જ ફરીએકવાર મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે જોઈ લો કઈ શાકભાજનો ભાવ કેટલે પહોંચ્યો. 

Updated By: Mar 25, 2019, 03:15 PM IST
ઊનાળો શરૂ થતા જ ગુજરાતમાં ભડકે બળ્યા શાકભાજીના ભાવ

ગુજરાત :ઉનાળાની શરૂઆત થતા જ લોકોના મગજનો પારો વધી જાય છે. ત્યાં ગૃહિણીઓને ટેન્શન આવી જાય તેવો ભાવવધારો શાકભાજીમાં નોંધાયો છે. ઉનાળો આવતા જ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેમાં ખાસ કરીને લીંબુના ભાવ સાતમા આસમાન પર પહોંચી ગયા છે. શાકભાજીનો ભાવ વધતા સીધી અસર ઘરના બજેટને થઈ છે. ચૂંટણી ટાંણે જ ફરીએકવાર મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે જોઈ લો કઈ શાકભાજનો ભાવ કેટલે પહોંચ્યો. 

શાકભાજી       અગાઉનો ભાવ    હાલનો ભાવ
સરગવો              30                    70
ટામેટા                 20                 30 થી 45
ટિંડોડા                 55                    90
રવૈયા                 30                    60
પરવળ               40                    90
પાલક                20                     55
દેશી મરચા         20                     95
લીંબુ                  25                     80
દૂધી                  15                     45
ડુંગળી               16                     18
દેશી કાકડી         35                     85
ચોળી                55                   100
ભીંડા                 50                  100
આદું                 45                   100
બટાકા              15                    25
કોબી                40                    60
કોથમીર            50                    70

શાકભાજીના ભાવ વધારાની અસર માત્ર ઘરના બજેટ પર જ નથી થઈ. પરંતુ રેસ્ટોરન્ટ્સ તથા હોટલોના સંચાલકોએ પણ ભાવ વધાર્યો કર્યો છે. ગુજરાતી ફિક્સ થાળીના ભાવમાં પણ વધારો કરી દેવાયો છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે.