હવે ગુજરાતીઓની સુવિધામાં વધારો! સુરતથી 45 મિનિટમાં પહોંચાશે સૌરાષ્ટ્ર, આ 4 શહેરોમાં ફ્લાઈટ શરૂ

વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી વચ્ચે દૈનિક હવાઈ સેવા પૂરી પાડવામાં આવી છે. જો કે છેલ્લા 20 મહિનાથી અવિરત ચાલી રહેલી સેવામાં લોકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે કંપનીએ તાજેતરમાં એક વિમાન ખરીદયું છે.

હવે ગુજરાતીઓની સુવિધામાં વધારો! સુરતથી 45 મિનિટમાં પહોંચાશે સૌરાષ્ટ્ર, આ 4 શહેરોમાં ફ્લાઈટ શરૂ

ચેતન પટેલ/સુરત: વેન્ચુરા એરકનેક્ટે સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈ સેવા શરૂ કરી છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ ફલાઇટ લોકાર્પણ કરવામાં આવી છે. અગાઉ 2 ફલાઇટ દોડાવવામાં આવતી હતી, હવે તેની સંખ્યા 3 થઇ છે.

વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી વચ્ચે દૈનિક હવાઈ સેવા પૂરી પાડવામાં આવી છે. આ સેવા શરૂ કરવા માટે કંપની દ્વારા અગાઉ 2 વિમાન ફાળવવામાં આવ્યા હતા. જો કે છેલ્લા 20 મહિનાથી અવિરત ચાલી રહેલી સેવામાં લોકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે કંપનીએ તાજેતરમાં એક વિમાન ખરીદયું છે. જે આજ રોજ ગુજરાતની જનતાને સમર્પિત કરવામાં આવ્યું છે. જેની પ્રથમ ફ્લાઈટ આજે સુરત એરપોર્ટથી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના વરદ હસ્તે શરુ કરવામાં આવી છે.

રાજ્યના નાગરિકો આજથી જ આ નવા વિમાનમાં મુસાફરીનો આનંદ માણી શકશે અને વધુ સુવિધાયુક્ત તથા વધુ ઝડપથી પોતાના નિર્ધારિત સ્થાને પહોચી શકશે. આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ.તા 1 જાન્યુ.2023 થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી તથા સાંજના સમયે વધુ એક સુરતથી અમદાવાદ ઉડશે. આ 5 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ ચલાવવામાં આવી રહી છે. 

રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આ પ્રકારના હવાઈ માર્ગ પર હવાઈ સેવા પૂરી પાડવા માટે દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં આ પ્રકારના પ્રોજેક્ટ અવિરતપણે ચાલી શકી નથી અથવા હજુ સુધી અમલમાં મુકવામાં આવ્યા નથી, ત્યારે ગુજરાત સરકારના પ્રજાલક્ષી અભિગમના કારણે અને વેન્ચુરા એરલાઇન્સની જનહિતના વિચારધારાને કારણે આપણા ગુજરાત રાજ્યમાં આ સેવા કોઈ પણ પ્રકારના અડચણ વિના વર્ષ 2016 થી અવિરતપણે ચાલી રહી છે. 

વેન્ચુરા દ્વારા ચલાવવામાં આવી રહેલી સેવામાં મુકેલા વિમાનોમાં 9 પેસેન્જર અને 2 પાઇલોટ સાથે ઉડાન ભરે છે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ થાય છે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થાય જ છે પરંતુ તેની સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થઇ રહ્યો છે જે વિશિષ્ટ નોંધનીય છે.

વેન્ચુરા એરલાઇન્સ કંપનીએ ખરીદેલ નવા વિમાન 2 પાયલોટ અને 9 પેસેન્જરની સાથે ઉડ્ડયન ભરશે અને અગાઉ ચલાવવામાં આવી રહેલ વિમાનો કરતા વધુ ઝડપી, વધુ સુવિધાજનક અને વધુ સુરક્ષિત છે તથા નવીન હોવાથી વધુ ટેકનોલોજી ધરાવે છે જેને અન્ય મોટા વિમાનોની માફક લાઇવ ટ્રેકિંગ પણ કરી શકાય છે. આ વિમાન તાજેતરમાં જ વિદેશથી ખરીદીને ગુજરાત રાજ્યની જનતાની સેવા માટે સમર્પિત કરવામાં આવી રહ્યું છે અને જો લોકોની માંગ વધશે તો ભવિષ્યમાં હજુ નવા વિમાનનો ઉમેરો કરવામાં આવશે. સુરત એરપોર્ટ પર યોજવામાં આવેલા સમારોહમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ વિમાનને લીલી ઝંડી આપી સુરત શહેર અને ગુજરાત રાજ્યને સમર્પિત કર્યું હતું.

ગુજરાતની જનતા દ્વારા આ 9 સીટ વાળા વિમાનો ની સેવા ને વધારવાની પણ માંગણી કરવામાં આવી રહી છે. આ નવા વિમાનનું નામ વેન્ચુરા એરલાઇન્સ દ્વારા VT-DEV રાખવામાં આવ્યું છે. હંમેશા કોઈ પણ કામમાં ભગવાનને આગળ રાખીને ચાલવાના સિદ્ધાંતથી અમે અમારો સંપૂર્ણ કારોબાર ચલાવીએ છીએ અને આ વિમાનને દેવ વિમાન VT-DEVતરીકે ઓળખાણ આપી છે અને આજે સુરતમાં દેવ વિમાને ઉડ્ડયન ભરી છે, જે આગામી સમયમાં સુરતની પ્રગતિના નવા દ્વાર ખોલશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

અમે સુરત એરપોર્ટના વિકાસ માટે 2014થી શરુ કરેલી એરલાઇન્સ અને નવા વિમાન થકી સુરત એરપોર્ટને વધુ કીર્તિ મળે અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને દેવ વિમાનના પગલે સુરત એરપોર્ટ સંપૂર્ણ સક્ષમતાયુક્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને એવી ભાવના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news