UK Visa: યુકે માટે વિઝાની જરૂર છે? આ શહેરોમાં રહેતા લોકોને મળશે આ મોટો લાભ

UK Visa for Indians: UK વિઝા માટે અરજી કરવાની પ્રક્રિયા હવે ઘણા ભારતીય શહેરોના લોકો માટે ખૂબ જ સરળ બની ગઈ છે. હવે આ કામ ઘણી હોટલમાંથી જ થઈ શકશે...

UK Visa: યુકે માટે વિઝાની જરૂર છે? આ શહેરોમાં રહેતા લોકોને મળશે આ મોટો લાભ

UK Visa: ભારતના ઘણા શહેરોના રહેવાસીઓ માટે હવે UK વિઝા મેળવવું સરળ બની ગયું છે. હવે આ શહેરોના લોકોને યુકેના વિઝા માટે અરજી કરવા એમ્બેસીમાં જવાની જરૂર નહીં પડે. હવે આ કામ નજીકની કેટલીક હોટલમાંથી જ થઈ શકશે.

આ 3 હોટલમાં સુવિધા શરૂ-
VFS ગ્લોબલે  (VFS Global) આ માટે ટાટા ગ્રુપની ઈન્ડિયન હોટેલ્સ કંપની  (Indian Hotels Company) અને રેડિસન હોટેલ ગ્રુપ  (Radisson Hotel Group)સાથે કરાર કર્યા છે. આ કરાર બાદ હવે બેંગલુરુ, મેંગલોર અને વિશાખાપટ્ટનમમાં રહેતા લોકો તેમની નજીકની તાજ હોટેલમાં યુકેના વિઝા માટે અરજી કરી શકશે. આ સુવિધા વ્હાઇટફિલ્ડ સ્થિત વિવાંતા બેંગલુરુ (Vivanta Bengaluru), ઓલ્ડ પોર્ટ રોડ સ્થિત વિવંતા મેંગલોર (Vivanta Manglore) અને વિશાખાપટ્ટનમની ધ ગેટવે હોટેલમાં  (The Gateway Hotel) શરૂ કરવામાં આવી છે.

VFS ગ્લોબલે આ અપડેટ આપી-
VFS ગ્લોબલ એક વૈશ્વિક કંપની છે, જે વિઝાથી લઈને પાસપોર્ટ અને ફોરેક્સ સુધીની તમામ સેવાઓ પૂરી પાડે છે. કંપનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું, 'ભારતના બેંગલુરુ, મેંગ્લોર અને વિશાખાપટ્ટનમ શહેરમાંથી UK વિઝા અરજદારો માટે અપડેટ છે. તમે હવે અમારા પ્રીમિયમ એપ્લિકેશન કેન્દ્રો દ્વારા UK વિઝા માટે તમારી નજીકની તાજ હોટેલની મુલાકાત લઈ શકો છો.

આ હોટલોમાં પણ સુવિધા ઉપલબ્ધ છે-
આ ત્રણ શહેરો સિવાય અમૃતસર, મોહાલી, લુધિયાણા અને નોઈડાના લોકો માટે પણ આ સરળ સુવિધા શરૂ કરવામાં આવી છે. VFS ગ્લોબલ અનુસાર, રેડિસન બ્લુ હોટેલ અમૃતસર, રેડિસન રેડ ચંદીગઢ મોહાલી, પાર્ક પ્લાઝા લુધિયાણા અને રેડિસન નોઈડા ખાતે સ્થિત પ્રીમિયમ એપ્લિકેશન કેન્દ્રો દ્વારા વિઝા માટે અરજી કરી શકાય છે.

આ અરજી કરવાની પ્રક્રિયા છે-
જો તમે પણ યુકેના વિઝા મેળવવા માંગો છો, તો આ માટે તમારે પહેલાં એપોઇન્ટમેન્ટ બુક કરવી પડશે. તમારી ઑનલાઇન વિઝા અરજી સબમિટ કર્યા પછી તમારી પાસે બાયોમેટ્રિક્સ પ્રદાન કરવા અને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 240 દિવસ સુધીનો સમય હશે. તમે 24 કલાક અગાઉ એપોઇન્ટમેન્ટ બદલી શકો છો અને નવી તારીખ નક્કી કરી શકો છો. જો તમે તમારી અરજી સબમિટ કર્યાના 240 દિવસની અંદર બાયોમેટ્રિક આપી શકતા નથી, પરંતુ હજુ પણ વિઝા મેળવવામાં રસ ધરાવો છો, તો તમારે UKVI નો સંપર્ક કરવો પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news