મગરોથી છલોછલ ભરેલી ગુજરાતની આ નદી છલકાઈ! ભયજનક સપાટીએ પહોંચ્યું જળસ્તર! બાપરે...શું થશે?

વર્ષોથી આ શહેરમાં મગરો અને લોકો એક બીજા સાથે વસવાટ કરતા આવ્યાં છે. જેમ ગીરમાં સિંહો વસવાટ કરે છે એમ ગુજરાતના આ શહેરમાં મગરોનો વસવાટ છે. હાલ એજ નદી ભયજનક સપાટીએ પહોંચતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

મગરોથી છલોછલ ભરેલી ગુજરાતની આ નદી છલકાઈ! ભયજનક સપાટીએ પહોંચ્યું જળસ્તર! બાપરે...શું થશે?
  • અહીં વાત થઈ રહી છે સંસ્કાર નગરી વડોદરા શહેરની
  • અહીં વાત થઈ રહી છે ગાયકવાડના વિરાસતી નગરની
  • અહીં વાત થઈ રહી છે વડોદરાની વિશ્વામિત્રી નદીની

ઝી બ્યૂરો, અમદાવાદઃ વડોદરામાં ભયજનક સપાટીએ પહોંચી વિશ્વામિત્રી નદી.. 27 ફૂટ પર વહી રહ્યા છે નદીના જળ...કાંઠા વિસ્તારોને કરાયા ખાલી..તો દેવ ડેમમાંથી પણ પાણી છોડાતા 7 ગામોને કરાયા એલર્ટ...તંત્ર દ્વારા હાલ સંસ્કાર નગરી વડોદરામાં વરસાદી પાણી અને નદીના પુરને પગલે કોઈ વિકટ પરિસ્થિતિ ના ઉભી થાય તે માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

છેલ્લાં બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને વડોદરા શહેરમાં પણ ભારે વરસાદને પગલે સ્થિતિ વિકટ બની રહી છે. બીજી એક પરેશાની આ શહેરની છે તેની પરેશાની કદાચ આખા ભારતમાં બીજે ક્યાંય નહીં હોય. જીહાં, જાણીને તમને નવાઈ લાગશે પણ આ શહેરમાં અલગ અલગ નદીઓમાં લગભગ 1000 હજારથી વધાર મગર વસવાટ કરે છે. એમાંય આખા ભારતમાં કદાચ સૌથી વધારે મગર કોઈ નદીમાં હોય તો એ વડોદરાની વિશ્વામિત્રી નદી છે. 

  • વડોદરાની વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી
  • વિશ્વામિત્રી નદીની સપાટી 27 ફૂટ પર પહોંચી
  • વિશ્વામિત્રીની સપાટી વધતા દરેક બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • લોકો નદી જોવા ઉમટી ન પડે તે માટે બંદોબસ્ત

હવે સમાચાર મળી રહ્યાં છેકે, હાલ વિશ્વામિત્રી નદીં ભયજનક સપાટીએ પહોંચી. વિશ્વામિત્રી નદીમાં જળસ્તર એટલેકે, પાણીની સપાટી ડેન્ઝર ઝોન તરફ આગાળ વધી રહી છે. અન્ય શહેરોમાં સ્થિતિ એવી હોય છેકે, નદીનું જળસ્તર ભયજનર સપાટીએ પહોંચી તો આસપાસના નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દેવાય છે. બચાવ ટુકડીઓ ગોઠવી દેવાય છે. પણ અહીં આટલેથી વાત અટકે, એમ નથી. કારણકે, આ સ્પેશિયલ શહેર છે, અની સમસ્યા પણ સ્પેશિયલ છે. 

અહીં હાલ જે વિશ્વામિત્રી નદીમાં પાણી છલોછલ ભરેલું છે અને નદી છલકાઈ રહી છે એજ નદીમાં ખુંખાર મગરો પણ છલોછલ ભરેલાં છે. એક અંદાજ મુજબ વિશ્વામિત્રી નદીમાં ભારતમાં સૌથી વધુ લગભગ 450 થી વધુ મગર વસવાટ કરે છે. આખા વડોદરાની વાત કરીએ તો લગભગ અલગ અલગ નદી અને તળાવોમાં કુલ મળીને 1000 હજારથી વધુ મગર વસવાટ કરે છે.

વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા-
મહત્વનું છે કે, સતત વરસાદની આજવા સરોવરની જળસપાટીમાં વધારો થતો હતો. જે બાદ તેનું લેવલ જાળવવા માટે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું..વિશ્વામિત્રીમાં પાણી છોડાતા વડસર, અકોટા, મુજમહોડા, નવીધરતી, જલારામ નગર, ખોડિયાર નગર સહિતના વિસ્તારો તંત્રએ રાત્રે જ ખાલી કરાવ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news