દક્ષિણ ગુજરાતમાં મેઘમલ્હાર: વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ, ઘરોમાં પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ગત મોડી સાંજ ફરી બેટિંગ શરૂ કરી હતી. જેના કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘમલ્હાર: વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ, ઘરોમાં પાણી ભરાયા

જય પટેલ, વલસાડ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ગત મોડી સાંજ ફરી બેટિંગ શરૂ કરી હતી. જેના કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે વાપીની બિલ ખાડી ઓવર ફલો થઈ છે. જેના કારણે બિલ ખાડીના પાણી વાપીની અનેક સોસાયટીમા ભરાયાં છે.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ ગઇકાલ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ગત મોડી સાંજ ફરી બેટિંગ શરૂ કરી હતી કે, આખી રાત ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 12 કલાકમાં વલસાડ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના આંકડા આ મુજબ છે. જેમાં ઉમરગામ તાલુકામાં 3.85 ઈંચ, કપરાડા તાલુકામાં 8.46 ઈંચ, ધરમપુર તાલુકામાં 7.67 ઈંચ, પારડી તાલુકામાં 5.62 ઈંચ, વલસાડ તાલુકામાં 8.22 ઈંચ અને વાપી તાલુકામાં 7.59 ઈંચ વરસાદ નોંધાયો છે.

(મધુબન ડેમમાં પાણીની આવકમા વધારો)

આમ 12 કલાકમાં સૌથી વધારે કપરાડા તાલુકા 8.46 ઈંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ મધુબન ડેમમાં પાણીની આવકમા વધારો થઇ રહ્યો છે. જેના કારણે હાલ મધુબન ડેમની સપાટી 72.10 પહોંચી ગઇ છે. જો કે, મધુબન ડેમમાં 73.067 ક્યૂસેક પાણીની આવક થઇ છે. તો તેની સામે 15,780 ક્યૂસેક પાણીના જાવક કરવામાં આવી છે. ત્યારે મધુબન ડેમના 3 દરવાજા 1.30 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. આમ મધુબન ડેમમાં આવતા ઉપરવાસના પાણી પર પણ વહિવટી તંત્ર નરજ રાખીને બેઠું છે.

તો બીજી તરફ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે વાપીની બિલ ખાડી ઓવર ફ્લો થઇ રહી છે. જેના કારણે બિલ ખાડીના પાણી વાપીની અનેક સોસાયટીઓમાં ભરાઇ ગયા છે. વાપીના છરવાડા, ગુંજન જેવા વિસ્તારોમાં બિલ ખાડીના પાણી ભરાઇ ગયા છે. તો વાપીના ઝંડા ચોક વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news