Cyclone Alert: 60 કિલોમીટરને ઝડપે ટકરાશે ચક્રવાત, અહીં શરૂ થયો ભયંકર વરસાદ, ગુજરાત ઝપેટમાં!

Cyclone Alert: બંગાળની ખાડીમાં સર્જાયેલું તોફાન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં પહેલાંથી જ વરસાદ પડી રહ્યો છે. જોકે, ગુજરાતમાં અસર નહિવત છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આજે વરસાદ પડ્યો છે. ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો છે. 

1/7
image

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશન એક ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે અને વાવાઝોડું 17 ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે અથડાશે. દક્ષિણ કિનારે અને રાયલસીમા પર ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આંધ્રપ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના હવામાન વિભાગના રોનાંકી કુર્મનાથે જણાવ્યું હતું કે, "આ તોફાન આવતીકાલે સવાર સુધીમાં પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. દક્ષિણ કિનારા અને રાયલસીમાના ઘણા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.  દરિયાકાંઠે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, પવન 40-60 કિમી/કલાક સુધી પહોંચવાની સંભાવના છે. 

2/7
image

ગુજરાતમાં સુરતમાં ફરી એક વાર વરસાદ શરૂ થયો હતો. સીટી લાઈટ, અઠવાગેટ, ઘોડદોડ રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારે બફારા બાદ ઠંડક પ્રસરતાં લોકોમાં ખુશીનો માહોલ હતો. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો.  ભાલ પંથકના અનેક ગામોમાં બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી. ભાલના સનેશ, ગણેશગઢ, કોટડા, ભડભીડ, મેવાસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

ચેન્નાઈ અને તમિલનાડુમાં ભારે વરસાદ

3/7
image

મંગળવારે ચેન્નઈ અને તમિલનાડુના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરમાં ટ્રાફિક સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો હતો. રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ ઘૂંટણ સમા પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે રોજિંદા જીવનને અસર પહોંચી હતી. અવિરત વરસાદને કારણે ટ્રાફિક જામ થયો હતો, જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ અને ઘણી સ્થાનિક ફ્લાઈટ્સ રદ થઈ હતી. સધર્ન રેલવેએ પાણી ભરાવાને કારણે ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર કાવેરી એક્સપ્રેસ સહિત ચાર એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી હતી.

રજનીકાંતના બંગલામાં પાણી ઘૂસ્યા

4/7
image

ચેન્નઈમાં ભારે વરસાદના કારણે પાયમાલી સર્જાઈ છે. સુપરસ્ટાર રજનીકાંતના બંગલૉમાં પણ પાણી ઘૂસ્યા છે. રજનીકાંતના ઘરની આસપાસના વિસ્તારમાંથી પાણી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તેમનો સ્ટાફ આ સમયે ખૂબ જ સાવચેતીપૂર્વક કામ કરી રહ્યો છે અને પૂરને કારણે ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સુપરસ્ટાર રજનીકાંતના ઘરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચેન્નાઈના 22 સબવેમાંથી બે સબવેમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહાર બંધ ખોરવાઈ ગયો છે.

ટ્રેનો ડાયવર્ટ કરાઈ

5/7
image

ઘણી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી, કેટલીક ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પહેલાં રોકી દેવામાં આવી હતી. કેટલીક ટ્રેનો માટે મૂળ સ્ટેશનને ઉપનગરીય અવાડીમાં ખસેડવામાં આવી છે. પર્યાપ્ત મુસાફરો ન આવવાને કારણે ઘણી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં તીવ્ર બન્યો છે અને 17 ઓક્ટોબરની સવારે ચેન્નાઈના કિનારે પાર થવાની ધારણા છે.

IMD એ એલર્ટ જાહેર કર્યું

6/7
image

IMD બુલેટિનમાં જણાવ્યું હતું કે, "તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ અને ચેન્નાઈ જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ અતિ ભારે વરસાદ સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે." કર્ણાટકના મહેસૂલ મંત્રી કૃષ્ણા બાયરે ગૌડાએ જણાવ્યું કે ભારે વરસાદની આગાહીને પગલે બેંગલુરુમાં ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. "અમે અન્ય 40 કર્મચારીઓને કોઈપણ જરૂરિયાત માટે તૈયાર રહેવા માટે ફરીથી તૈનાત કરી રહ્યા છીએ. અમે તાત્કાલિક પ્રતિસાદ માટે ફાયર અને ઇમરજન્સી સેવાઓને સ્ટેન્ડબાય પર રાખી છે.

હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

7/7
image

શહેરની નાગરિક સંસ્થા બ્રુહત બેંગલુરુ મહાનગર પાલીકાએ (BBMP) એ આઠ વિસ્તારોમાં 24X7 સ્પેશિયલ કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે અને વરસાદ સંબંધિત સમસ્યાઓની જાણ કરવા માટે હેલ્પલાઇન નંબર (1533) પણ શરૂ કર્યો છે. ભારે વરસાદને કારણે ગંભીર સુરક્ષા સ્થિતિને ટાળવા તમિલનાડુ સરકારે ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ સહિત ચાર જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજોમાં જાહેર રજા આપવામાં આવી છે.