પાક સેનાના પૂર્વ ડીજી કેમ ઈચ્છે છે એહમદ પટેલ બને ગુજરાતના CM?:મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મોટો આરોપ  લગાવ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. 

પાક સેનાના પૂર્વ ડીજી કેમ ઈચ્છે છે એહમદ પટેલ બને ગુજરાતના CM?:મોદી

પાલનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મોટો આરોપ  લગાવ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ પાસે તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાલમાં જ પાડોશી દેશના નેતાઓને મળ્યાં તેના ઉપર સ્પષ્ટીકરણ પણ માંગ્યું. પાલનપુરમાં એક રેલીને સંબોધિત કરવા દરમિયાન વડાપ્રધાને પાકિસ્તાની સેનાના પૂર્વ મહાનિદેશક સરદાર અરશદ રફીક દ્વારા કથિત રીતે કરવામાં આવેલી અપીલને લઈને સવાલ ઉઠાવ્યાં. રફીકે કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માટે કથિત રીતે અપીલ કરી હતી. 

મોદીએ કહ્યું કે કોંગ્રેસના સસ્પેન્ડેડ વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે કોંગ્રેસના ટોચના નેતાઓને પાકિસ્તાનની નેતાઓ સાથે કથિત રીતે મુલાકાત કર્યા બાદ એક દિવસ પછી તેમને નીચ કહ્યાં હતાં. વડાપ્રધાને કહ્યું કે મીડિયામાં મણિશંકર ઐય્યરના આવાસ પર થયેલી બેઠક અંગે ગઈ કાલે અહેવાલો હતાં. જેમાં પાકિસ્તાનના રાજદૂત, પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી, ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ભાગ લીધો હતો. મોદીએ કહ્યું કે ઐય્યરના નિવાસસ્થાન પર 3 કલાક જેટલું આ બેઠક ચાલી હતી. 

તેમણે કહ્યું કે બીજા દિવસે મણિશંકર ઐય્યરે કહ્યું કે મોદી નીચ છે. આ એક ગંભીર મામલો છે. મોદીએ  કહ્યું કે રફીકે અહેમદ પટેલનું ગુજરાતના આગામી મુખ્યમંત્રી તરીકે સમર્થન કર્યુ હતું. તેમણે કહ્યું કે એક બાજુ પાકિસ્તાની સેનાના પૂર્વ ડીજી ગુજરાતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે. બીજી બાજુ પાકિસ્તાનના લોકો મણિશંકર ઐય્યરના આવાસ પર બેઠક કરી રહ્યાં છે. 

મોદીએ કહ્યું કે અને આ બેઠક બાદ ગુજરાતની જનતા, પછાત જાતિ, ગરીબ લોકો અને મોદીનું અપમાન કરવામાં આવ્યું. શું તમે નથી માનતા કે આ પ્રકારની ઘટનાઓ શંકા પેદા કરે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે દેશની જનતાને જણાવવું જોઈએ કે કઈ યોજના બની રહી હતી. મોદી રાજ્યમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે રેલીને સંબોધી રહ્યાં હતાં. બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તરી અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે યોજાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news