હચમચાવતો કિસ્સો! પત્નીએ પતિ વિરુદ્ધ 100 તોલા સોનું અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય વિશે લગાવ્યો ગંભીર આક્ષેપ

અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની વચ્ચેના ઘર કંકાસએ વિવાદ ઉભો કર્યો. પત્નીએ પતિ વિરુદ્ધ 100 તોલા સોનાની દહેજ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગંભીર આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી.

હચમચાવતો કિસ્સો! પત્નીએ પતિ વિરુદ્ધ 100 તોલા સોનું અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય વિશે લગાવ્યો ગંભીર આક્ષેપ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં 100 તોલા દહેજ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યને લઈને પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મહિલા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે, પરિણીતાના પિયર પક્ષે પતિના ઘર પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા રાણીપ પોલીસે ફરિયાદ નોંધી છે. પતિ પત્નીના ઘર કંકાસમાં વિવાદ વચ્ચે પોલીસ પર અનેક આક્ષેપો થયા છે.

અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની વચ્ચેના ઘર કંકાસએ વિવાદ ઉભો કર્યો. પત્નીએ પતિ વિરુદ્ધ 100 તોલા સોનાની દહેજ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગંભીર આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી. ત્યારે બીજી તરફ રાણીપ વિસ્તારમાં લાકડીઓ સાથે આવેલા શખ્સોએ મહિલાના સાસરીમાં હુમલો કર્યો અને વિડિયો વાયરલ થતા રાણીપ પોલીસે ફરિયાદ નોંધી. 

ઘટનાની વાત કરીએ તો પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી પતિએ પોતાની પત્ની સાથે ઝઘડો કરતા તેને માર માર્યો અને પત્ની રિસાઈને પિયર પહોંચી ગઈ હતી. દીકરીની હાલત જોઈને પિયર પક્ષ લાકડીઓ સાથે સાસરી પક્ષમાં પહોંચી ગયા અને હુમલો કરી દીધો. જેમાં સસરા ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે પરિણીતાએ પતિ અને સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ.

15 વર્ષના લગ્નજીવનને ઘર કંકાસ ભરખી ગયું. પરંતુ આ વિવાદ અને ઝઘડા વચ્ચે મહિલા પોલીસ પર પણ આક્ષેપો થઈ રહ્યા છે. પતિ પત્નીના ઝઘડામાં અરજી કરીને સમાધાન કરાવનાર મહિલા પોલીસે આ કેસમાં અરજી લીધા બાદ બીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધી. સામાન્ય રીતે ફરિયાદ બાબતે આનાકાની કરતી મહિલા પોલીસે આ કેસમાં તપાસ વગર ખોટી ફરિયાદ નોંધી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ પરણીતાં આક્ષેપો કર્યા તેનો પતિ 100 તોલા દહેજની માંગ કરીને માનસિક ત્રાસ આપતો હતો.

એટલું જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને હેરાન કરતો હતો, સાથે સસરા પણ વંશ વધારવા પુત્ર માટે મહેણાં ટોણા મારતા હતા. આ ઉપરાંત પતિ ના પરિવારે આક્ષેપ કર્યો છે કે મહિલાના પિતા ગામના મોટા ભુવાજી છે. જેથી પોલીસમાં ખોટી ફરિયાદ કરીને પરેશાન કરે છે. જ્યારે મહિલા પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ કેસ માં જોવા મળી છે.

પતિ પત્નીના ઝગડાનો વિવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં તો પહોંચ્યો અને પોલીસે ગણતરીના કલાકોમાં પતિની ધરપકડ કરીને પોતાની સારી કામગીરી બતાવી. પરંતુ પારિવારિક વિવાદ વચ્ચે પોલીસની તપાસ અને ભૂમિકા પર સવાલ ઉભા થયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news