કોરોનાના હાહાકાર વચ્ચે શાળાઓ આજથી વિદ્યાર્થીઓ વગર ખુલશે, જાણો વિગતો
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ: કોરોના વાયરસના કારણે હાલ ઘણું બધુ બદલાઈ ગયું છે. આજથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે પરંતુ શાળાઓ વિદ્યાર્થીઓ વગર જ ખુલશે. વર્ષ 2020 -21ના શૈક્ષણિક સત્રના પ્રારંભ અને વિદ્યાર્થીઓની ગેરહાજરી વચ્ચે શાળાઓ ખુલશે.
13 જૂન સુધી શાળા દ્વારા વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવાની કામગીરી હાથ ધરાશે. ધોરણ 1 થી 9માં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા, શાળા છોડયાનું પ્રમાણપત્ર આપવા, પરિણામ તૈયાર કરવા સહિતની કામગીરી હાથ ધરાશે.
જુઓ LIVE TV
જ્યારે 15 જૂનથી બાયસેગના માધ્યમથી ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓને વિષયવાર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે.કોરોના મહામારીને જોતા હાલ જરૂરિયાત મુજબના શિક્ષકો ને જ બોલાવવા માટે શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે