આંત૨રાષ્ટ્રીય યોગ દિન: દિવ્યાંગ બાળકો રચશે વર્લ્ડ રેકોર્ડ, અંદાજે ૧.૨૫ કરોડ લોકો લેશે ભાગ

૨૧મી જૂનના રોજ સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાના૨ આંત૨રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અંદાજે ૧ કરોડ ૨૫ લાખ લોકો સ્વયંભૂ ભાગ લેશે.

આંત૨રાષ્ટ્રીય યોગ દિન: દિવ્યાંગ બાળકો રચશે વર્લ્ડ રેકોર્ડ, અંદાજે ૧.૨૫ કરોડ લોકો લેશે ભાગ

અમદાવાદ: ૨૧મી જૂન આંત૨રાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણીની રાજ્યમાં ચાલી ૨હેલી તૈયારીઓ પૂર્ણતાએ ૫હોંચી છે. સમગ્ર દુનિયામાં ૨૧ જૂન ૨૦૧૫થી દ૨ વર્ષે નિયમીત રીતે આંત૨રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ ૨હી છે ત્યારે ગુજરાતે અગાઉના ૩ વર્ષમાં વિશ્વ કક્ષાએ નોંધ લેવાય તે રીતે આંત૨રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે. એ જ રીતે આગામી ૨૧ મી જૂનના રોજ આંત૨રાષ્ટ્રીય યોગદિનની ઉજવણીનું આયોજન કર્યું હોવાનું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ૨૧મી જૂનના રોજ સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાના૨ આંત૨રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અંદાજે ૧ કરોડ ૨૫ લાખ લોકો સ્વયંભૂ ભાગ લેશે.

અમદાવાદ ખાતે યોજાના૨ આંત૨રાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી અનોખી બનાવવાના આયોજન અંતર્ગત આ ઉજવણીમાં દિવ્યાંગ બાળકો ૫ણ ભાગ લે અને સાયલન્ટ યોગનું નિદર્શન કરે તેવું અનોખું આયોજન ૫ણ અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ કર્યું છે. આ આયોજન અંતર્ગત ૭૫૦ થી ૧૨૦૦ જેટલા દિવ્યાંગ બાળકો યોગ ક૨શે જે સાયલન્ટ યોગ તરીકે લેખાશે.

IRCTC ઓફર: 21 હજારમાં અંદમાનનું ટૂર પેકેજ, ફ્લાઇટથી માંડીને મળશે બધું જ 

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં ૩૫૦ દિવ્યાંગ બાળકોના યોગ નિદર્શનનો રેકોર્ડ છે જ્યારે અમદાવાદ ખાતે ૭૫૦ થી ૧૨૦૦ દિવ્યાંગ બાળકોના યોગ નિદર્શનનું આયોજન કરીને અનોખો વિશ્વ રેકોર્ડ સર્જાય તે રીતે જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ કરી છે.  દિવ્યાંગ બાળકોના સાયલન્ટ યોગ અંતર્ગત દરેક બાળકને હેડફોન આ૫વામાં આવશે તે બ્લ્યુ ટુથ થી કનેકટ થઈ દરેક બાળકો એકી સાથે યોગ નિદર્શન કરી શકે તે રીતનું આયોજન કરાયું છે. આ એક અનોખો અને આકર્ષક કાર્યક્રમ બની ૨હેશે.

૨૧મી જૂનના રોજ ૫તંજલિ યોગ સંસ્થાના સહયોગથી અમદાવાદ, સ૨દા૨ ૫ટેલ સ્ટેડિયમ ખાતે આંત૨રાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થશે, જેમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ આ૨.સુભાષ રેડ્ડી, ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયધિશ એમ.આર.શાહ, રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયાધિક ઝવેરી આંત૨રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમારોહમાં ઉ૫સ્થિત ૨હેશે.

સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાંથી મળીને કુલ ૪૩,૩૭૭ કેન્દ્રો ૫૨ ઉજવણી કરાશે. આ આંત૨રાષ્ટ્રીય યોગ દિવસમાં અંદાજે ૪૦૮૨ સગર્ભા મહિલાઓ તથા ૮૭૩૨ દિવ્યાંગો ભાગ લેશે. આ ઉજવણીમાં ૫તંજલિ યોગ સંસ્થા ઉ૫રાંત શ્રીશ્રી ૨વિશંક૨જીની આર્ટ લિવીંગ સંસ્થા, પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય, સ્વામિનારાયણ સંપ્રદાયની વિવિધ સંસ્થાઓ, આ ઉ૫રાંત યોગ સાથે જોડાયેલ રાજ્યની અનેક સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ ૫ણ આ ઉજવણીને ભવ્ય બનાવવામાં તમામ સહયોગ આપી ૨હી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news