શરદીઓનું સુપરફુડ ગણાતા આમળાંથી પણ થઈ શકે છે નુકસાન! આ લોકોએ ન કરવું સેવન
Trending Photos
નવી દિલ્હીઃ શરદીઓની ઋતુમાં આમળાંનું સેવન કરવું બહુ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન Cથી ભરપુર હોવાની સાથે સાથે આમાં શક્તિશાળી એન્ટી ઓક્સીડેન્ટ પણ મળે છે. આ માટે આમળાંને શર્દીઓનું સુપરફુડ કહેવામાં આવે છે. આમળાંના પોષક તત્વ ઈમ્યુનિટી વધારવા માટેનું પણ કામ કરે છે. આમળાંનો ઉપયોગ કેટલાક પ્રકારની દવાઓ બનાવવામાં પણ આવે છે. જો કે આમળાં દરેક વ્યક્તિને લાભ પહોંચાડે તે જરૂરી નથી. કારણ કે કેટલાક ખાસ કંડીશનવાળા લોકોમાં આમળાં ખાવાના સાઈડ ઈફેક્ટ જોવા મળે છે. આવો જાણીએ ક્યાં લોકોને આમળાં ન ખાવા જોઈએ.
આમળાંમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ એક પોષક તત્વ છે જે ફળની એસિડિક પ્રકૃતિને વધારવાનું કામ કરે છે. અભ્યાસો અનુસાર, આમળા હાર્ટબર્નની સમસ્યાને દૂર કરે છે, પરંતુ તે હાઈપર એસિડિટીવાળા લોકોની સમસ્યાને વધારી શકે છે. હાઈપર એસિડિટીવાળા લોકોએ ખાલી પેટે આમળા ખાવાની ભૂલ ન કરવી જોઈએ. આ પેટમાં તીવ્ર બળતરા અને એસિડિટીનું કારણ બની શકે છે. 2) લોહીની બીમારીવાળા લોકો-
આમળાંમાં એન્ટિપ્લેટલેટ ગુણ હોય છે. આનો અર્થ એ છે કે તે લોહીના ગંઠાવાનું નિર્માણ અટકાવી શકે છે. આમળાંની આ ગુણધર્મ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે, પરંતુ જેઓ પહેલાથી જ કોઈ પણ પ્રકારની બ્લડ ડિસઓર્ડરથી પીડિત છે તેમના માટે આમળા સારો વિકલ્પ નથી. આવા લોકોએ ડૉક્ટરનો સંપર્ક કર્યા પછી જ આમળાં ખાવા જોઈએ. 3) સર્જરી કરાવનારા લોકો-
જે લોકોને જલ્દીથી કોઈ સર્જરી કરાવવાની હોય, તેમણે હાલ પૂરતું આમળા ખાવાનું ટાળવું જોઈએ. આ ફળનું વધુ પડતું સેવન કરવાથી રક્તસ્રાવનું જોખમ વધી જાય છે. લાંબા સમય સુધી રક્તસ્ત્રાવ હાયપોક્સેમિયા, ગંભીર એસિડોસિસ અથવા મલ્ટિઓર્ગન ડિસફંક્શન તરફ દોરી શકે છે. તેથી જ નિષ્ણાતો ભલામણ કરે છે કે સર્જરીના ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા આમળા ખાવાનું બંધ કરી દેવું જોઈએ. 4) ઓછા બ્લડ શુગર લેવલવાળા લોકો-
આમળા બ્લડ શુગર લેવલને ઓછું કરે છે. તે ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત લોકો માટે ફાયદાકારક છે, પરંતુ તે લોકો માટે સારું નથી જેમના બ્લડ શુગરનું સ્તર ઘણીવાર ઓછું હોય છે. અથવા જે લોકો ડાયાબિટીક વિરોધી દવા લે છે. 5) પ્રેગ્નેન્ટ અથવા બ્રેસ્ટ ફીડ કરાવતી મહિલાઓ-
આમળામાં એવા ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે જે શરીર માટે ફાયદાકારક છે, પરંતુ તેને વધુ ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. તેનાથી ડાયેરિયા અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યા પણ થઈ શકે છે. સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં આ લક્ષણો વધુ ગંભીર હોઈ શકે છે. આ મહિલાઓએ ડોક્ટરની સલાહ લીધા પછી જ આમળા ખાવા જોઈએ. 6) ડ્રાઈ સ્કેલ્પ અથવા સ્કિનવાળા લોકો-
જો તમારી સ્કેલ્પ શુષ્ક છે અથવા તમારી ત્વચા શુષ્ક છે, તો વધુ આમળાં ખાવાથી આ સમસ્યા વધી શકે છે. આના કારણે વાળ ખરવા, ખંજવાળ, ડેન્ડ્રફ અને વાળ સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. આમળાના કેટલાક તત્વો ડિહાઇડ્રેશન પણ વધારે છે. તેથી, આમળા ખાધા પછી પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે