Runny Nose: નાકમાંથી સતત પાણી પડતું હોય તો કરો આ 4 માંથી કોઈ 1 ઉપાય, પાણી પડતું તરત બંધ થઈ જાશે

Remedy For Runny Nose: નાકમાંથી સતત પાણી નીકળતું હોય તો ડેઇલી લાઇફની નોર્મલ એક્ટિવિટી કરવામાં પણ મુશ્કેલી આવે છે. ઓફિસમાં પણ કામ કરવામાં તકલીફ પડે છે. નાકમાંથી પાણી નીકળતું હોય તો અન્ય લોકોને પણ સંક્રમણ ઝડપથી લાગે તેનું રિસ્ક વધી જાય છે. આવી તકલીફ તમને થઈ હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરી શકાય છે. 

Runny Nose: નાકમાંથી સતત પાણી પડતું હોય તો કરો આ 4 માંથી કોઈ 1 ઉપાય, પાણી પડતું તરત બંધ થઈ જાશે

Remedy For Runny Nose: બદલતા વાતાવરણમાં ઘણી વખત શરદી ઉધરસ થઈ જાય છે. શરદી ઉધરસ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે. પરંતુ આ તકલીફ પરેશાન ત્યારે કરે છે જ્યારે નાકમાંથી સતત પાણી નીકળતું હોય. નાકમાંથી સતત પાણી નીકળતું હોય તો ડેઇલી લાઇફની નોર્મલ એક્ટિવિટી કરવામાં પણ મુશ્કેલી આવે છે. ઓફિસમાં પણ કામ કરવામાં તકલીફ પડે છે. નાકમાંથી પાણી નીકળતું હોય તો અન્ય લોકોને પણ સંક્રમણ ઝડપથી લાગે તેનું રિસ્ક વધી જાય છે. આવી તકલીફ તમને થઈ હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરી શકાય છે. આજે તમને ચાર એવા ઉપાય જણાવીએ જેમાંથી કોઈ એક પણ ટ્રાય કરશો તો નાકમાંથી નીકળતું પાણી તુરંત બંધ થઈ જશે. 

નાકમાંથી નીકળતું પાણી બંધ કરવાના ઉપાય 

જો નાકમાંથી સતત પાણી નીકળી રહ્યું હોય તો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે સ્ટીમ લેવી. સૌથી પહેલા એક મોટા બાઉલમાં ઉકળતું પાણી લેવું. હવે આ પાણીમાં થોડો બામ મિક્સ કરો. ત્યાર પછી ગરમ પાણીની જે વરાળ હોય તેને ધીરે ધીરે શ્વાસમાં લેવાનું રાખો. 

ઈંડા અને મધ 

ઈંડા અને મધનું મિશ્રણ નાકમાંથી નીકળતું પાણી બંધ કરવામાં મદદ કરે છે. તેના માટે એક ઈંડુ ફોડી તેને બરાબર ફેંટી લો. હવે તેમાં મધ મિક્સ કરીને પી જવું.. ઈંડા અને મધ નું મિશ્રણ પીવાથી નાકમાંથી નીકળતું પાણી બંધ થઈ જાય છે..

વેપોરાઇઝર 

વેપોરાઇઝરનો ઉપયોગ કરવાથી નાકમાંથી નીકળતું પાણી બંધ થઈ શકે છે. તેના વડે નાકની અંદરનું ફ્લૂઈડ સુકાઈ જાય છે.

તુલસીનો ઉપયોગ 

તુલસી દરેક ઘરમાં સરળતાથી મળી રહે તેવી ઔષધી છે. તુલસીના પાન ને સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે તુલસીના પણ ચાવીને ખાઈ લેવા અને તેનું પાણી પી જવું.. તેનાથી નાકમાંથી નીકળતું પાણી બંધ થવા લાગે છે..

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news