ચોકલેટના બદલે તમારા બાળકને આપો આ વસ્તુ થશે જબરદસ્ત ફાયદો, જાણીને તમે પણ રહી જશો દંગ

સામાન્ય રીતે બાળકોને ચોકલેટ ખાવાની ટેવ હોય છે. અને બાળકોની આ ટેવના કારણે તેમને સમસ્યાઓ ઉભી થતી હોય છે. પણ ચોકલેટના તમે તેને એવી વસ્તુ આપો જેનાથી તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે. એવી કઈ વસ્તુ છે અને શું છે તેના ફાયદા જાણો.

ચોકલેટના બદલે તમારા બાળકને આપો આ વસ્તુ થશે જબરદસ્ત ફાયદો, જાણીને તમે પણ રહી જશો દંગ

ઝી બ્યૂરો, અમદાવાદઃ બાળકોને ચોકલેટ ખાવો ખુબ જ શોખ હોય છે. ધીરેધીરે આ શોખ ટેવમાં બદલાઈ જાય છે અને વધારે પડતી ચોકલેટ ખાવાથી બાળકોને વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થાય છે. બીજી તરફ કોરોના કાળમાં સતત તબીબો આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાત કરે છે. લોકોને ઈમ્યુનીટી વધારાની દવાઓ આપવામાં આવે છે. શું તમે જાણો છોકે, તમારા રસોડોમાં પડેલી એક વસ્તુ બાળકો માટે ચોકલેટનો ઓપશન બની શકે છે. અમે વાત કરી રહ્યાં છીએ દેશી ગોળની. બાળકોને ચોકલેટના બદલે આપો દેશી ગોળ તમારું બાળક હંમેશા રહેશે તંદુરસ્ત. 
Image preview
તમારા ઘરે બાળક છે અને જો તેને કંઈ મીઠાશવાળી વસ્તુ ખાવી છો તો તમે તેને ચોકલેટ કે બિસ્કીટ આપવાના બદલે હવે દેશી ગોળ આપો. કદાચ આ લેખ વાંચ્યા પછી એ તમામ માતા-પિતા ચોક્કસથી પોતાના સંતાનોને ગોળ આપવાનો વિચાર કરશે. દેશી ગોળના અનેક પ્રાકૃતિક ફાયદા છે. પહેલાંના સમયમાં બપોરે જમવાનું હોય કે પછી રાતનું જમવાનું હોય એક ગાંગડી ગોળની તો આપવામાં જ આવતી હતી. અને લોકો પણ મીઠાઈની જેમ આ ગોળની ગાંગડીને મજાથી રોટલા અથવા ઘીની સાથે ખાતા હતાં. તેની પાછળ કંઈક તો ફાયદા હશે જ ને. ગોળના અનેક લાભકારી ગુણ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે.

દેશીગોળના છે અનેક ફાયદા
બપોરનું કે પછી રાતનું જમ્યા પછી મીઠાશવાળુ કઈક ખાવાની ઈચ્છા થાય તો દેશી ગોળ ખાવાનું શરૂ કરી દો. કારણ કે આ ગોળ કોઈ પણ પ્રકારની આડઅસર કે બીમારી નહીં કરે પણ તમારા શરીરને ઘણો જ ફાયદો પહોંચાડશે. ગોળ ખાવાથી શરીરના અનેક અંગેનો ફાયદો થાય છે. અત્યારની પેઢી ગોળ ખાવાની આદત ભૂલી ગઈ છે પણ જો ફરીથી અપનાવે તો કબજીયાત, યાદશક્તિ સહિતની અનેક બાબતોને માત આપી શકે તેમ છે.

યાદશક્તિ વધારે છે ગોળ
પહેલાંના લોકો ગોળને યાદશક્તિ વધારવા માટે ઘણી જ ફાયદાકારક ગણતા હતાં. આ માટે જો તમારે ટ્રાય કરવું હોય તો સતત 7 દિવસ સુધી રોજ રાત્રે જમ્યા પછી ગોળનું સેવન કરો. આ ઉપાય અજમાવાથી ગળપણની ઉણપ પર પૂરી થશે અને યાદશક્તિમાં પણ વધારો થશે.

એમિનિયામાં લાભકારી ગોળ
દેશી ગોળ શેરડીમાંથી બને છે આ શેરડીને ગરમ કરવાથી તેમાં આયરનની માત્રા ખૂબ સારા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આયરન શરીર માટે ઘણું જ મહત્વનું છે. ગર્ભવતી મહિલાઓને આયરનની ગોળીઓ આપવામાં આવતી હોય છે. હવે તમે જ વિચારો જો દેશી ગોળ રોજ ખાવામાં લેવાયતો આયરનની અછત પૂરી થઈ શકે. આ માટે કોઈ દવાની જરૂર ના પડે. ગોળ પોતે જ આયરનની ગોળી સમાન દવા છે.

પેટની સમસ્યાઓથી મળે છે છૂટકારો
અત્યારના સમયની લાઈફ સ્ટાઈલના કારણે નાની ઉંમરના બાળકોને પણ ઘણી વખત ગેસ અને કબજિયાતની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. મોટા તો આ સમસ્યાથી પીડિતા જ હોય છે. હવે જો તમને રોજ ગોળ ખાવાની આદત પડશે તો ચોક્કસથી તમને ગેસ અને કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળશે. ગોળ પાચનક્રિયાને મજબૂત પણ બનાવશે. સાથે જ ગોળ માસિકધર્મના સમયે પણ લાભકારી છે કારણ કે ગોળ રોજ રાત્રે ખાવાની આદતથી પેટમાં દુખાવાની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.

હાડકાઓને મજબૂત બનાવે છે ગોળ
ગોળ ખાવાથી હાડકા મજબૂત બને છે એટલે જ ગર્ભવતી સ્ત્રીઓને અપાતા વસાણામાં ગોળની માત્રા વધુ રાખવામાં આવે છે. આ ગોળ ના માત્ર સ્ત્રીઓના હાડકાને મજબૂત બનાવે છે પણ તેનાથી તાજા જન્મેલા બાળકને પણ પોષકતત્વો મળી રહે છે. સાથે જ નાના બાળકોને પણ રોજ ચોકલેટ કે બિસ્કીટની જગ્યાએ ગોળ આપવામાં આવે તો તેના હાડકામાં પણ મજબૂતાઈ વધશે.
Image preview
એનર્જી લેવલ વધારે અને માઈગ્રેનમાં પણ ગુણકારી
આખા દિવસનો થાક હોય કે ઉપવાસ હોય દેશી ગોળ અને લીંબુનું શરબત જો એક ગ્લાસ પણ પીવા મળી જાય તો તમારા શરીરમાં એનર્જીનો ભંડાર થઈ જશે. ગોળ એક પ્રકારના એનર્જી બુસ્ટરનું કામ પણ કરે છે. ગોળનું પાણી પીવાથી નબળાઈ દૂર થતી અનુભવશો. તો ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઈગ્રેનની સમસ્યાથી પીડાતા લોકોને માથાના દુખાવાથી ચોક્કસથી છૂટકારો મળશે.

ગોળમાં આવા એક નહીં અનેક ગુણકારી તત્વો છે જેના વિશે આજની પેઢી કદાચ સંપૂર્ણ પણે અજાણ છે. લોકો પોતાના સંતાનો માટે ચોકલેટ અને બિસ્કીટ પણ જાણે સ્ટેટસ સિમ્બોલ તરીકે ખરીદી રહ્યાં છે પણ ગોળને અળખાણું કરી પોતાના અને પોતાના સંતાનોના શરીર સાથે અણગમો ઉભો કરાવી રહ્યાં છે. પણ હવે સમય આવ્યો છે પોતાના અને પોતાના સંતાનોના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થવાનો અને ખોરાકમાં થોડો તો થોડો ગોળનો સમાવેશ કરવાનો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news