મહારાષ્ટ્રમાં લૉકડાઉન કે નાઇટ કર્ફ્યૂ નહીં, પરંતુ છ મહિના માસ્ક ફરજીયાતઃ સીએમ ઠાકરે

સીએમ ઠાકરેએ કહ્યુ કે, કોરોના સંબંધિત નિષ્ણાંતોએ કહ્યુ છે કે રાજ્યમાં બીજીવાર લૉકડાઉન લગાવી દેવું જોઈએ કે નાઇટ કર્ફ્યૂ લાગૂ કરી દેવું જોઈએ પરંતુ અમારી સરકાર હાલ તેમ ઈચ્છતી નથી. ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે નવા વર્ષની ઉજવણી સમયે કોરોના સાથે જોડાયેલી સાવચેતી રાખે.

 મહારાષ્ટ્રમાં લૉકડાઉન કે નાઇટ કર્ફ્યૂ નહીં, પરંતુ છ મહિના માસ્ક ફરજીયાતઃ સીએમ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થનાર રાજ્યોમાંથી એક છે. તેને કાબુમાં લેવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રવિવારે સોશિયલ મીડિયા પર વાત કરતા મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ કે, રાજ્યમાં આગામી 6 મહિના સુધી માસ્ક પહેરવુ ફરજીયાત રહેશે. સીએમ ઠાકરેએ કહ્યુ કે, કોરોના સંબંધિત નિષ્ણાંતોએ કહ્યુ છે કે રાજ્યમાં બીજીવાર લૉકડાઉન લગાવી દેવું જોઈએ કે નાઇટ કર્ફ્યૂ લાગૂ કરી દેવું જોઈએ પરંતુ અમારી સરકાર હાલ તેમ ઈચ્છતી નથી. ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે નવા વર્ષની ઉજવણી સમયે કોરોના સાથે જોડાયેલી સાવચેતી રાખે. પરંતુ રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ હજુ સ્થિતિ સંપૂર્ણ રીતે કાબુમાં નથી. 

ઠાકરેએ સોશિયલ મીડિયા પર પોતાની વાત રાખતા આગળ કહ્યું, 'આગામી છ મહિના સુધી જાહેર સ્થળો પર માસ્ક પહેરવું એક આદત બનાવી લેવી જોઈએ, કોઈપણ વસ્તુને કાબુમાં કરવી તેની સારવારથી સારો વિકલ્પ છે. જે લોકો સુરક્ષા સાથે જોડાયેલા નિયમનું પાલન કરી રહ્યાં નથી તેણે જાણી લેવું જોઈએ કે તે તેવા લોકોની જિંદગી સાથે સમજુતી કરી રહ્યાં છે જે નિયમોનું પાલન કરી રહ્યાં છે.'

લોકોને કોરોના પ્રત્યે સાવચેત કરતા ઠાકરેએ આગળ કહ્યુ, જે રીતે યૂરોપીય દેશોમાં કોરોનાની બીજી સ્ટ્રેનની શોધ થઈ છે તેનાથી સ્પષ્ટ છે કે સાવચેતી રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. 

ઠાકરેએ કહ્યુ કે, મહારાષ્ટ્ર સરકાર કોરોના સાથે જોડાયેલા આંકડાને લઈને પારદર્શી રહી છે. તે કોરોના પોઝિટિવના આંકડા હોય કે કોરોનાથી થતા મૃત્યુના. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શનિવારે 3940 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા  18,92,707 પહોંચી ગઈ છે. શનિવારે વધુ 74 લોકોના મૃત્યુ થતા મૃત્યુઆંક 48,648 પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news