કેકેનું મોત આપી રહ્યું છે વોર્નિંગ- આ છ ભૂલ ન કરો તો બચી જશે હાર્ટ એટેક આવ્યા બાદ પણ જીવ
સિંગર કેકેના મોત બાદ ફરી હાર્ટ એટેકને લઈને લોકોના મનમાં અનેક સવાલ થઈ રહ્યા છે. ત્યારે કાર્ડિયોલોજિસ્ટે હાર્ટ એટેકને લઈને મહત્વના સૂચન આપ્યા છે. ડોક્ટરે આપેલી માહિતી પ્રમાણે જો કામ કરવામાં આવે તો હાર્ટ એટેક બાદ પણ દર્દીનો જીવ બચી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ સિંગર કેકેના મમલામાં કઈ ભૂલ થઈ જે ન થઈ હોત તો કદાચ તે આજે જીવતા હોત. કેકેને હાર્ટ એટેક આવવાના એક બે નહીં ઘણા સિગ્નલ મળ્યા હતા, જેને તે નંજરઅંદાજ કરતા રહ્યા.
કેકેની અટોપ્સી રિપોર્ટને લઈને જે શરૂઆતી જાણકારીઓ સામે આવી રહી છે તે સ્પષ્ટ ઈશારો કરી રહી છે કે કેકેની તબીયત ખરાબ રહી હશે.
1. કેકેના રૂમમાંથી પોલીસે દસ દવાઓ જપ્ત કરી છે. તેમાંથી એસીડિટી ઓછી કરવાની દવાઓ અને સિપર, વિટામિન સી, લિવરની દવાઓ, કેટલીક આયુર્વેદિક દવાઓ અને કેટલીક હોમ્યોપૈથીની દવાઓ સામેલ છે.
2. સૂત્રો પ્રમાણે કેકેના દિલની આસપાસ ફેટની લેયર મળી છે અને હાર્ટ વોલ્સ ખુબ સંકોચાયેલા મલ્યા છે. એટલે કે તેમના દિલ પર ઘણો ભાર પડી ચુક્યો હશે.
31 મેએ માત્ર એક દિવસમાં કેકેની બોડીએ તેમની ઘણી વોર્નિંગ સાઇન આપી, જેના પર કોઈએ ધ્યાન ન આપ્યું. કેકેનો કેસ તમને તે સમજાવી તે કઈ ભૂલ હતી જે તમારે કરવાની નથી.
3. કેકેના મેનેજર પ્રમાણે 31 મેએ સવારે કેકેએ જણાવ્યુ હતુ કે તેમને થાકનો અનુભવ થઈ રહ્યો હતો- આ પ્રથમ સિગ્નલ હતું જેને નજરઅંદાજ કરવામાં આવ્યું.
4- સૂત્રો પ્રમાણે કેકેએ પોતાની પત્નીને ફોન કરી તે જણાવ્યું કે તેના ખભા અને હાથમાં દુખાવો છે- આ હાર્ટ એટેકનું પ્રથમ મોટુ સિગ્નલ માનવામાં આવે છે- પરંતુ તેને નજરઅંદાજ કરવામાં આવ્યું.
હવે સાંજે કોન્સર્ટ પર આવે છે
5. કેકે નજરૂલ મંચ પર લગભગ બે કલાક રહ્યા- પરફોર્મેંસ દરમિયાન કેકે ઘણીવાર પરસેવો સાફ કરતા અને શ્વાસ લેવા માટે બહાર જઈ બ્રેક લેતા જોવા મલી રહ્યાં છે- તે વિચારીને આ સિગ્નલને પણ નજરઅંદાજ કરવામાં આવ્યું કે હોલમાં ખુબ ભીડ હતી અને એસી વ્યવસ્થિત કામ કરી રહ્યું નહોતું.
અને સૌથી મોટી ભૂલ જે જીવલેણ સાબિત થઈ
... તબીયત એટલી ખરાબ થઈ કે કેકે રાત્રે 8.40 કલાકે કોન્સર્ટ હોલમાંથી નિકળી ગયા- પરંતુ તે હોસ્પિટલ જવાની જગ્યાએ હોટલ જતા રહ્યા.
6- કોન્સર્ટ હોલથી 5 મિનિટના અંતરે એક મોટી ખાનગી હોસ્પિટલ હતી અને હોટલનું અંતર 15 મિનિટનું હતું- જો તે સીધા હોસ્પિટલ ગયા હોત તો શક્ય હોત કે તેમનો જીવ બચી શક્યો હોત.
હોટલ પહોંચતા સોફા પર બેસવા જતા તે પડી ગયા એટલે કે ત્યાં સુધી તેનામાં જીવ હતો- તે સમયે રાત્રે આશરે 9.15 વાગી રહ્યા હતા- હવે ધ્યાન આપો કે જ્યાં સુધી તે હોટલથી હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં એક કલાક બરબાદ થઈ ગઈ. રાત્રે 10 કલાક અને 15 મિનિટ પર તે કોલકત્તાની CMRI હોસ્પિટલ પહોંચ્યા- ત્યારે જીવ ગુમાવી દીધો હતો.
રાત્રે 8 કલાક 40 મિનિટથી 10 કલાક વચ્ચે આશરે 1.30 કલાકનો સમય હતો- આ ટાઇમલાઇન તમને વારંવાર એટલા માટે જણાવી રહ્યાં છીએ કારણ કે હાર્ટ એટેક બાદ પ્રથમ કલાક મહત્વની માનવામાં આવે છે. આ એક કલાકને ડોક્ટર Golden Hour કહે છે કારણ કે આ સમયમાં જેટલા જલદી હોસ્પિટલ પહોંચશો- એટલું તમારા દિલને ઓછુ નુકસાન થશે.
(કાર્ડિયોલોજિસ્ટ, ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલ દિલ્હી)
ડોક્ટર્સનું તે પણ માનવું છે કે કેકેને કે એવા ગમે તે દર્દીને સમય રહેતા CPR આપવામાં આવી હોત તો કેકેનો જીવ બચાવી શક્યો હોત. CPR એટલે કે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન. (cardio pulmonary resuscitation)
હોસ્પિટલ પહોંચતા પહેલા દર્દીને CPR આપવામાં આવે તો 50 ટકા કેસમાં જીવ બચી શકે છે. આ દરેકે જાણવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે