ડિપોઝિટ ડૂલ ક્યારે થાય? જાણો છેલ્લી 10 લોકસભા ચૂંટણીઓમાં ગુજરાતના ઉમેદવારોનું સ્કોરબોર્ડ
Lok Sabha Elections 2024: બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નિકલે...લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 80 ટકાથી વધુ ઉમેદવારોની ડિપોઝિટ થાય છે ડૂલ! જાણો લોકસભા ચૂંટણીમાં ગુજરાતના ઉમેદવારોનું સ્કોરબોર્ડ....જાણો લોકસભાની છેલ્લી 10 ચૂંટણીમાં ગુજરાતના કેટલાં ઉમેદવારોએ ડિપોઝિટ ગૂમાવવી પડી
Trending Photos
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઈને તડામાર તૈયારી થઈ રહી છે. હાલ રાજકીય પક્ષો પણ આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કરીને પોતાનો ઝંડો ઉંચો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એવામાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને કારણે રાજપૂત સમાજ રસ્તા પર ઉતરીને આંદોલન કરી રહ્યો છે. એમાં રાજકારણ પણ થઈ રહ્યું છે. ચૂંટણી આવે ત્યારે હાર જીત તો થવાની જ છે. એવામાં એક વસ્તુની ચર્ચા હંમેશા થતી હોય છેકે, ફલાણા ઉમેદવારની તો ડિપોઝિટ ડૂલ થઈ ગઈ. ત્યારે આજે જાણીએ ક્યારે અને કેટલાં ઉમેદવારોની ગુજરાતમાં થઈ ડિપોઝિટ ડૂલ. અને આખરે આ ડિપોઝિટ ડૂલ એટલે શું એ પણ સમજીએ...
ચૂંટણીમાં ઉમેદવારીઃ
લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. કુલ સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણીનો ત્રીજો તબક્કો 7 મેના ગુજરાતમાં યોજાશે. જેના માટે 12 એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે. 12 થી 22 એપ્રિલ દરમિયાન કદાવર નેતા-પક્ષ ઉપરાંત નાના પક્ષ-અપક્ષ ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવશે. આ પૈકીના મોટાભાગનાને ડિપોઝિટ ગુમાવવાનો વારો આવતો હોય છે. છેલ્લી 10 લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 3011 ઉમેદવારોમાંથી 2478ની ડિપોઝિટ ‘ડૂલ’ થયેલી છે.
કેમ લેવામાં આવે છે ડિપોઝિટ?
ઉમેદવાર પાસેથી આ ડિપોઝિટ લેવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે ડિપોઝિટ ભરવાથી ઉમેદવાર ચૂંટણીમાં ગંભીરતાથી ભાગ લે, જેથી ચૂંટણી પ્રક્રિયા સરળ બને. સાથે જ ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને ગમે તે વ્યક્તિ માત્ર મજાક કે શોખ માટે પોતાનું નામ નોંધાવીને સરકારી પ્રક્રિયાનો દૂરઉપયોગ ન કરે. તે આશયથી ડિપોઝિટ લેવામાં આવે છે.
ડિપોઝિટ ડૂલ એટલે શું?
ચૂંટણી પંચના નિયમો મુજબ, જો ઉમેદવાર કુલ માન્ય મતના ઓછામાં ઓછા છઠ્ઠા ભાગના મત એટલે કે 16.6 ટકા મત મેળવવામાં પણ નિષ્ફળ જાય, તો ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે.
કઈ કેટેગરીના ઉમેદવારે કેટલી ડિપોઝિટ ભરવી પડે છે?
લોકસભાની ચૂંટણી લડવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ. 25,000 અને SC, ST કેટેગરીના ઉમેદવારોએ રૂ. 12,500 સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહે છે.
ક્યારે પરત મળે છે જમા કરાવેલી ડિપોઝિટ?
જો મતદાન પહેલા જ ઉમેદવાર મૃત્યુ પામે અથવા તેની ઉમેદવારી રદ થાય કે પછી તે ચૂંટણીપંચે નક્કી કરેલા સમયમાં જ ઉમેદવારી પછી ખેંચી લે છે તો તને ડિપોઝિટ પાછી મળી જાય છે. આ સિવાય જો ઉમેદવાર 16.6 ટકા મત નથી મેળવતો તેમ છતાં તે જીતી જાય છે તો પણ તેને ડિપોઝિટ પાછી મળી રહે છે.
2019ની લોકસભામાં કેટલાં ઉમેદવારો હતા?
છેલ્લે 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી કુલ 371 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જેમાં 81 રાષ્ટ્રીય પક્ષના, 93 માન્યતા વિનાના પક્ષના જ્યારે 1977 અપક્ષ ઉમેદવારો હતા. આ પૈકી 319ને ડિપોઝિટ ગુમાવવી પડી હતી. ડિપોઝિટ ગુમાવનારા ઉમેદવારોમાં 29 રાષ્ટ્રીય પક્ષના જ્યારે 93 માન્યતા વિનાના પક્ષના અને 1997 અપક્ષ ઉમેદવારો હતા. રાષ્ટ્રીય પક્ષમાંથી બહુજન સમાજ પાર્ટીના 25, સીપીઆઈને એક ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં 6923ને ડિપોઝિટ ગુમાવવી પડી હતી.
લોકસભાની છેલ્લી 10 ચૂંટણીઓમાં કુલ 3011 ઉમેદવારોમાંથી 2478 ઉમેદવારોને પોતાની ડિપોઝિટ ગૂમાવવી પડી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 8054 ઉમેદવારો મેદાનમાં હતા અને તેમાંથી 6923ને ડિપોઝિટ ગુમાવવી પડી હતી. જે રાજ્યમાંથી ઉમેદવારોએ સૌથી વધુ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હોય તેમાં ઉત્તર પ્રદેશ 819 સાથે મોખરે, તામિલનાડુ 774 સાથે બીજા અને મહારાષ્ટ્ર 768 સાથે ત્રીજા સ્થાને હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં 334 ઉમેદવારોમાંથી 282ને ડિપોઝિટ ગુમાવવી પડી હતી.
2019ની ચૂંટણીમાં કેટલાં ઉમેદવારોની ડિપોઝિટ થઈ ગતી ડૂલ?
2019ની લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠકથી સૌથી વધુ 29, જામનગરમાંથી 26, અમદાવાદ પૂર્વમાંથી 24, નવસારીમાંથી 23 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. ઉલ્લેખનીય છે કે, 1951થી 2019 સુધી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં દેશમાંથી કુલ 91290 ઉમેદવારોમાંથી 71249 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ ઉમેદવારોમાંથી 86 ટકાએ ડિપોઝિટ ગુમાવી હતી. જેમાં બીએસપીએ સૌથી વધુ 345, કોંગ્રેસે 148 બેઠકમાં ડિપોઝિટ ગુમાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે