Weight loss diet: વજન ઝડપથી ઘટાડવું હોય તો ઘઉં નહીં આ લોટની રોટલી ખાવી, બરફની જેમ ઓગળી જશે ચરબી
Weight loss diet: એવા કેટલાક લોટ છે જેની રોટલી તમારું વજન વધારશે નહીં અને ઘટાડશે. તો ચાલો તમને જણાવીએ કે કયા કયા લોટમાંથી બનેલી રોટલી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ઘઉં સિવાય એવા 5 પ્રકારના લોટ છે જેની રોટલી તમને વજન ઘટાડવામાં મદદ કરશે.
Trending Photos
Weight loss diet: રોટલી ભારતીય ભોજનનો મહત્વનો ભાગ હોય છે. રોટલી વિના ભોજન અધૂરું લાગે છે. પરંતુ જ્યારે આપણે વજન ઘટાડવાનો વિચાર કરીએ છીએ ત્યારે રોટલી, ભાત અને બ્રેડ જેવા કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાકને ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો કે આજના સમયમાં રોટલી ખાઈ અને વજન ઘટાડવા માટે અનુકૂળ લોટના વિકલ્પો સરળતાથી બજારમાં ઉપલબ્ધ છે. એટલે કે એવા લોટ જેની રોટલી તમારું વજન વધારશે નહીં અને ઘટાડશે. તો ચાલો તમને જણાવીએ કે કયા કયા લોટમાંથી બનેલી રોટલી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ઘઉં સિવાય એવા 5 પ્રકારના લોટ છે જેની રોટલી તમને વજન ઘટાડવામાં મદદ કરશે.
બાજરીનો લોટ
બાજરી એ અત્યંત પૌષ્ટિક અનાજ છે. બાજરીનો લોટ ઘઉંના લોટનો સારો વિકલ્પ છે. બાજરીનો રોટલો વજન ઘટાડવામાં અને ડાયાબિટીસમાં લાભ કરે છે. કારણ કે તે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. બાજરીનું પાચન પણ સરળતાથી થાય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટે છે.
ઓટ્સનો લોટ
ઓટ્સનો લોટ પણ ઘઉંનો હેલ્ધી વિકલ્પ છે. ઓટ્સમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ભૂખ ઓછી કરે છે.
ક્વિનોઆ
ક્વિનોઆનો લોટ પણ ફાઈબરનો સારો સ્ત્રોત છે. ક્વિનોઆમાં પ્રોટીન પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે તમને લાંબા સમય સુધી એનર્જી આપે છે.
ચણાનો લોટ
ચણાનો લોટ પ્રોટીન અને ફાઈબરનો સારો સ્ત્રોત છે. ઘઉંના લોટ કરતાં ચણાના લોટમાં ઓછી કેલરી હોય છે. ચણાનો લોટ વજન ઘટાડવામાં મદદ કરે છે, તેનાથી પાચનમાં સુધારો થાય છે.
જુવારનો લોટ
જુવારનો લોટ ગ્લૂટન ફ્રી હોય છે જે ઘઉંના લોટનો સારો વિકલ્પ છે. જુવારના લોટમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ અને આયરન હોય છે. જુવારનો લોટ વજન ઘટાડે છે, બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે છે અને હાર્ટની બીમારીના જોખમને પણ દુર કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે