ભાજપના 10 ધારાસભ્યોને WhatsApp પર આવ્યો મેસેજ, 10 લાખ આપો નહીંતર ગોળી ખાવા તૈયાર રહો
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે. કાનૂન વ્યવસ્થાને લઇને વિપક્ષ મોટાભાગે સરકારને નિશાના પર લે છે. પરંતુ હવે ભાજપના ધારાસભ્ય પોતે સુરક્ષિત અનુભવી રહ્યા નથી. બે દિવસમાં યોગી સરકારના 10 ધારાસભ્યોને અને એક પૂર્વ ધારાસભ્યને ધમકીભર્યા એસએમએસ મળી ચૂક્યા છે. આ એસએમએસમાં તે નેતાઓ પાસે 10 લાખ રૂપિયાની ખંડણી પણ માગવામાં આવી છે. આશ્વર્યની વાત એ છે કે બધાને એક જ નંબર અને એક જ અંદાજમાં ધમકીભર્યા મેસેજ મળ્યા છે. આ મેસેજ વોટ્સઅપના દ્વારા મોકલવામાં આવ્યા છે.
મેસેજમાં શુ લખ્યું છે
મળતી માહિતી અનુસાર બધા ધારાસભ્યોને એક વ્યક્તિના વોટ્સઅપના માધ્યમથી મેસેજ મોકલ્યો. આ મેસેજમાં ધમકી આપનારે પોતાનું નામ અલી બુદેશ જણાવ્યું છે. સાથે જ મેસેજમાં લખ્યું છે કે જો રૂપિયા ન મળ્યા તો આખા પરિવારને મારી નાખવામાં આવશે. આરોપીએ ત્રણ દિવસમાં રકમ આપવાની ધમકી આપી છે.
કોણ-કોણ છે તે 10 ધારસભ્યો
આશ્વર્યની વાત એ છે કે જે ધારાસભ્યોને ધમકી મળી રહી છે, તે બધા ભાજપના નેતા છે. સૌથી પહેલાં આ ધમકી ડિબાઇની ધારાસભ્ય અનીતા લોધીને મળી. ત્યારબાદ ધારસભ્યોને ધમકી મળવાનો સિલસિલો શરૂ થઇ ગયો. ધમકી મળનારામાં લખનઉ ઉત્તરીથી ધારાસભ્ય નીરજ બોરા, મોહમંદીના ધારાસભ્ય મૃગેંદ્વ પ્રતાપ સિંહ, મીરનપુર કટરાના ધારાસભ્ય વીર વિક્રમ સિંહ, ફરીદપુરના ધારાસભ્ય શ્યામ બિહારી લાલ, મહોલીથી ધારાસભ્ય શશાંક ત્રિવેદી, ગોપામઉથી ધારાસભ્ય, શ્યામપ્રકાશ, ભાજપ ધારાસભ્ય માનવેન્દ્ર સિંહ, ગોંડાના મેહનૌન સીટ પરથી ધારાસભ્ય વિનય દ્રિવેદી, તરબગંજના ધારાસભ્ય પ્રેમ નારાયણ પાંડેને પણ ધમકી મળી છે. આ સાથે જ ગોરખપુરના ચિલ્લૂપારથી ધારાસભ્ય રાજેંદ્ર ત્રિપાઠીને પણ આ ધમકી મળી છે.
પોલીસ વિભાગ સતર્ક
યૂપીના ધારાસભ્યને વોટ્સઅપના માધ્યમથી ખંડણી માંગવાનો મામલો સામે આવ્યા બાદ પોલીસ વિભાગ સર્તક થઇ ગયો છે અને આખા મામલાની તપાસ શરૂ કરી દીધી છે. જાણકારી અનુસાર સાઇબર સેલ અને એસટીએફ કેસની તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે