પહેલી ગોળી અમે નહીં ચલાવીએ પણ જવાબ આપીશું જડબાતોડ

રમઝાન માસમાં એલઓસી પર પાકિસ્તાન દ્વારા સતત ચાલી રહેલા ગોળીબાર વચ્ચે અત્યાર સુધી અડધો ડઝન લોકોના મોત નીપજ્યા છે. આ સંજોગોમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે જડબાતોડ જવાબની ચેતાવણી ઉચ્ચારી છે. 

પહેલી ગોળી અમે નહીં ચલાવીએ પણ જવાબ આપીશું જડબાતોડ

નવી દિલ્હી : રમઝાન માસમાં પણ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનો ઉલ્લંઘન કરી એલઓસી પર સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં અડધો ડઝનથી વધુ લોકોના મોત થયા છે. આ સંજોગોમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને આકરી ચેતાવણી આપી છે. તેમણે કહ્યું કે, બીએસએફ પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપે.

બુધવારે પણ પાકિસ્તાન તરફથી ગોળીબારી કરવામાં આવી હતી. તો મંગળવારે જમ્મુમાં આરએસપુરા, રામગઢ અને અરનિયા સેક્ટરમાં સરહદે સામેથી ગોળીબારી કરવામાં આવી હતી. જેમાં એક આઠ માસના માસૂમ બાળકનું મોત થયું હતું અને એક એસપીઓ સહિત છ લોકો ઘાયલ થયા હતા. ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં એક પાકિસ્તાની રેન્જર ઠાર કરાયો હતો. 

બીએસએફના એક કાર્યક્રમમાં ગૃહમંત્રીએ કહ્યું કે, પડોશી દેશ શાંતિ નથી ઇચ્છતો. ગોળીબારીનો આપણે યોગ્ય જવાબ આપીશું. ગોળીબારી થતાં આપણા જવાનોને ખબર છે કે એમણે શું કરવાનું છે, જવાબી કાર્યવાહી અંગે જવાનોને કોઇ કશું નહીં પુછે, પાકિસ્તાન એની મેલી મુરાદમાંથી હજુ બહાર આવતું નથી. 

બે દિવસ પહેલા બીએસએફની કાર્યવાહીથી પાકિસ્તાન હલી ગયું હતું. એણે ગોળીબારી રોકી દેવાની માંગ કરી હતી. પરંતુ ફરી એ જાત પર ઉતરી આવ્યું હતું અને રાતે ફરીથી ગોળીબારી શરૂ કરી હતી અને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં બીએસએફના 2 જવાન શહીદ થયા હતા અને ચાર નાગરિકોના મોત થયા હતા. 

તમને જણાવીએ કે પાકિસ્તાન દ્વારા છાશવારે કરાતી ગોળીબારીમાં આરએસપુરા અને અરનિયાના 500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી દેવાયા છે. તંત્ર દ્વારા નાગરિકોને શક્ય એટલી તમામ મદદ કરવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી ગોળીબારીમાં અત્યાર સુધી 38 લોકોના મોત નીપજ્યાં છે જેમાં 19 જવાનોનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news