કોટા: જેકે લોન હોસ્પિટલમાં 48 કલાકમાં 10 બાળકોના મોત, કારણ જાણી શકાયું નથી

જેકે લોન હોસ્પિટલમાં ગત 2 દિવસમાં 10 બાળકોના મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ બધા પીઆઇસીયૂ (Pediatric intensive care unit) અને એનઆઇસીયૂ (Neonatal intensive care unit)માં ભરતી હતા. તેમાંથી 4 બાળકો એકથી ચાર દિવસના હતા, તો બીજા 3 બાળકો દોઢથી પાંચ, એક બાળક નવ મહિના અને એક બાળક 1 વર્ષનું હતું. 

કોટા: જેકે લોન હોસ્પિટલમાં 48 કલાકમાં 10 બાળકોના મોત, કારણ જાણી શકાયું નથી

મુકેશ સોની, કોટા: જેકે લોન હોસ્પિટલમાં ગત 2 દિવસમાં 10 બાળકોના મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ બધા પીઆઇસીયૂ (Pediatric intensive care unit) અને એનઆઇસીયૂ (Neonatal intensive care unit)માં ભરતી હતા. તેમાંથી 4 બાળકો એકથી ચાર દિવસના હતા, તો બીજા 3 બાળકો દોઢથી પાંચ, એક બાળક નવ મહિના અને એક બાળક 1 વર્ષનું હતું. 

હાલ મોતનું કારણ જાણી શકાયું નથી. મોડી રાત્રે મીડિયા દ્વારા કેસની સૂચના મળતાં જ હોસ્પિટલ વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું હતું. બાળ રોગ વિભાગના અધ્યક્ષે ગત દસ દિવસનો રેકોર્ડ મંગાવ્યો છે. તેની તપાસ બાદ જ ખબર પડશે કે આખરે બાળકોના મોતનું કારણ શું છે?

સામાન્ય દિવસોમાં દરરોજ 2 બાળકોના સરેરાશ મોત થાય છે પરંતુ અચાનક આ પ્રકારે 48 કલાકમાં 10 બાળકોના મોત સમજથી બહાર છે. હોસ્પિટલના રેકોર્ડ અનુસાર 23 ડિસેમ્બરના રોજ 6 બાળકોના મોત નિપજ્યા હતા. 

એનઆઇસીયૂમાં આ બાળકોએ દમ તોડ્યો 
- બેબી રેખા પુત્રી ટોનૂ- 3 દિવસ (4:30 Minute AM)
- બેબી કાંતા પુત્રી બુધરામ- 2 દિવસ (5:40 Minute AM)
- બેબી નરગિસ પુત્ર બિલ્લૂ- 1 દિવસ  (9:20 Minute AM)

પીઆઇસીયૂમાં આ બાળકોએ તોડ્યો દમ
- બેબી જોગેંદ્ર પુત્ર નનંદ બિહારી (12:15 Minute AM)
- બેબી તેજસ પુત્ર સંજય- 5 મહિના (10 PM)
- બેબી પાયલ પુત્રી મનીષ- મહિના (10:45 Minute PM)  

તો બીજી તરફ 24 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યા સુધી હોસ્પિટલના રેકોર્ડ અનુસાર 4 બાળકોના મોત નિપજ્યા હતા.

એનઆઇસીયૂ રિપોર્ટ
બેબી તોલી પુત્ર કમલેશ- 1 દિવસ (3:50 Minute PM)

પીઆઇસીયૂ
- બેબી રજનીશ પુત્ર દિપક- દોઢ મહિનો (1:30 Minute AM)
- બેબી ધનુષ પુત્ર વિક્રમ- 2 મહિના (4:10 Minute PM)
- બેબી ભરત સિંહ પુત્ર સાગર- 1 વર્ષ  (5:15 Minute PM)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news