લોકડાઉનના 13 દિવસની 13 મોટી વાતો, એક ક્લિકમાં સમાજીએ દેશની સ્થિતિ

કોરોના વાયરસ (Coronavirus) સામેના મહાયુદ્ધમાં સમગ્ર દેશ એકજૂટ થઈ ગયા છે. રાષ્ટ્રપતિથી લઇને સામાન્ય જનતામાંથી કોઈને કોઈ વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. ત્યારે દશેમાં મૌલાનાની એક જમાત એવી પણ છે જે દેશના માટે મોટો ખતરો બની ગઈ છે. આ જમાતના મોસ્ટ વોન્ટેડ મૌલાના મોહમ્મદ સાદ કાંધલવી દેશભરમાં મહામારી ફેલાવવા બાદ છેલ્લા 150 કલાકથી ફરાર છે. ત્યારે બોર્ડર પારથી ભારત સામે મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

Updated By: Apr 7, 2020, 12:07 AM IST
લોકડાઉનના 13 દિવસની 13 મોટી વાતો, એક ક્લિકમાં સમાજીએ દેશની સ્થિતિ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સામેના મહાયુદ્ધમાં સમગ્ર દેશ એકજૂટ થઈ ગયા છે. રાષ્ટ્રપતિથી લઇને સામાન્ય જનતામાંથી કોઈને કોઈ વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. ત્યારે દશેમાં મૌલાનાની એક જમાત એવી પણ છે જે દેશના માટે મોટો ખતરો બની ગઈ છે. આ જમાતના મોસ્ટ વોન્ટેડ મૌલાના મોહમ્મદ સાદ કાંધલવી દેશભરમાં મહામારી ફેલાવવા બાદ છેલ્લા 150 કલાકથી ફરાર છે. ત્યારે બોર્ડર પારથી ભારત સામે મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

આ ષડયંત્રને પાકિસ્તાનનો કોરોના આતંકવાદ પણ કહીં શકાય છે. ભારતની સામે પાકિસ્તાનના કોરોના આતંકવાદના કેટલાક મહત્વના પુરવા હાથ લાગ્યા છે. પરંતુ તેનાથી પહેલા આજની મોટી વાતો તમારે જાણવી જરૂરી છે. આજે લોકડાઉનનો 13માં દિવસ છે અને લોકડાઉનમાં તમાર માટે 13 મોટી વાતો કઈ છે, તના વિશે તમારે જાણવું જરૂરી છે. તો આવો જાણીએ લોકડાઉના 13 દિવસની 13 મોટી વાતો...

1. ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં 4,281 મામલા સામે આવ્યા છે.

2. દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 111 લોકોના મોત થયા છે.

3. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 704 નવા કેસ સામે આવ્યા છે.

4. છેલ્લા 24 કલાકમાં 28 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થયા છે.

5. કોરોનાથી સંક્રમિત 319 લોકો સારવારથી સ્વસ્થ થયા છે.

6. કુલ સંક્રમણના 35 ટકા તબલીગી જમાતથી જોડાયેલા છે.

7. તબલીગી જમાતના 1445 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

8. દિલ્હીમાં 523 કેસમાંથી 330 કેસ જમાતથી જોડાયેલા છે.

9. ઉત્તર પ્રદેશમાં 305માંથી 159 કેસ જમાતથી જોડાયેલા છે.

10. ઉત્તર પ્રદેશમાં આજે 27 નવા કેસ સામે આવ્યા જેમાં 21 જમાતના લોકો છે.

11. મહામારીના મૌલાના સાદ 150 કલાકથી ફરાર છે.

12. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રતિ, રાજ્યપાલ સ્વેચ્છાથી વેતન ઓછું લેશે.

13. એક વર્ષ સુધી તમામ સાંસદોના વેતનમાં 30 ટકાની ઘટાડાની જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube