Delhi Violence: હિંસા પર દિલ્હી પોલીસની અપીલ- સ્થિતિ નિયંત્રણમાં, અત્યાર સુધી 10 લોકોના મોત


દિલ્હીમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલી હિંસામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. તો 150 કરતા વધુ લોકોને ઈજા પહોંચી છે. દિલ્હી પોલીસે પત્રકાર પરિષદ યોજીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. 

 Delhi Violence: હિંસા પર દિલ્હી પોલીસની અપીલ- સ્થિતિ નિયંત્રણમાં, અત્યાર સુધી 10 લોકોના મોત

Delhi Violence: નાગરિકતા સંશોધિત કાયદા (CAA)ને લઈને શરૂ થયેલી બબાલથી ઉત્તર પૂર્વી દિલ્હીમાં સ્થિતિ એટલી ખરાબ છે કે એક મહિના માટે કલમ 144 લગાવી દેવામાં આવી છે. ઉત્તર-પૂર્વી દિલ્હીમાં સોમવારે જારી હિંસામાં અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ગયા છે. મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારમાં આજે (મંગળવાર)એ પણ પથ્થરમારો થયો હતો. દિલ્હી હિંસામાં અત્યાર સુધી 10 મૃતકોમાં હેડ કોન્સ્ટેબલ રતનલાલ પણ સામેલ છે. નોર્થ ઈસ્ટ દિલ્હી હિંસામાં અત્યાર સુધી 150 લોકો ઈજાગ્રસ્ત છે. 

નોર્થ ઈસ્ટ દિલ્હીમાં સ્થિતિ તણાવપૂર્ણ છે, તે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ જવાન તૈનાત છે. મંગળવારે સવારે પાંચ બાઇકને આગ લગાવવામાં આવી હતી. તો મોડી રાતથી સવાર સુધી મૌજપુર અને તેની આસ-પાસના વિસ્તારમાં આગચાંપીના 45 કોલ આવ્યા, જેમાં ફાયરની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જ્યારે એક ફાયરની ગાડીમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી. 

દિલ્હી હિંસા પર દિલ્હી પોલીસની પત્રકાર પરિષદ

દિલ્હી પોલીસે કહ્યું કે, દિલ્હીમાં અરાજક તત્વો માહોલ ખરાબ કરી રહ્યાં છે. મિશ્રિત જનસંખ્યા વાળી જગ્યાઓ પર નજર રાખવામાં આવી રહી છે. જે વિસ્તારમાં હિંસા થઈ, ત્યાં સાંકળી શેરીઓ છે. પોલીસે તેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ સતત કામ કરી રહી છે. પોલીસની સાથે પેરા મિલિટ્રી ફોર્સ પણ લાગી છે. વરિષ્ઠ અધિકારી કામ કરી રહ્યાં છે. 

144 બાદ પણ કેટલિક જગ્યાએ હિંસા થી છે. ઉત્તર-પૂર્વી દિલ્હીમાં રહેતા લોકોને અપીલ છે કે તે કાયદો પોતાના હાથમાં ન લે. જે પણ અરાજક તત્વો છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી 11 એફઆઈઆર નોંધવામાં આવી ચુકી છે. કેટલાક લોકોને અમે કસ્ટડીમાં લીધા છે. 

પોલીસે કહ્યું કે, ડ્રોનની મદદથી પણ નજર રાખવામાં આવી રહી છે. લોકો છત પરથી પથ્થરમારો કરી રહ્યાં છે. સ્થિતિ નિયંત્રણમાં છે. પ્રદર્શનવાળા વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી રહી છે. 

- દિલ્હી પોલીસના ડીસીપીએ કહ્યું કે, લોકોએ છતો પરથી પથ્થરમારો કર્યો. હિંસા વાળા વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. કોઈને કાયદો હાથમાં લેવાની મંજૂરી નથી. 

— ANI (@ANI) February 25, 2020

- હાલ સ્થિતિ કાબુમાં છે, 11 FIR દાખલ કરવામાં આવી છે. અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. 

— ANI (@ANI) February 25, 2020

- પોલીસ દળમાં કમીની વાત સાચી નથી. અમે CRPF,RAF અને એસએસબીની તૈનાતી કરી છે. કેટલાક વિસ્તારોમાં આજે પણ ઘટનાઓ થઈ છે. લોકો અફવાઓ પર ધ્યાન ન આપે. 

— ANI (@ANI) February 25, 2020

- દિલ્હી પોલીસના ડીસીપી મંદીપ સિંહ રંધાવાએ જણાવ્યું કે, નોર્થ ઈસ્ટ દિલ્હીમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. આ હિંસક પ્રદર્શનમાં 56 પોલીસજવાનોને ઈજા થઈ છે. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે, અફવાઓ પર ધ્યાન ન આપો. 

- દિલ્હી હિંસામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. તો ઈજાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થયો છે. અત્યાર સુધી 150 લોકોને જીટીબી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news