7મું પગાર પંચ: સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર, પગારમાં નહી થાય વધારો!
કેન્દ્રીય કર્મચારીઓનાં લઘુતમ પગાર 18000 રૂપિયાથી વધારીને 26000 રૂપિયા કરવાની માંગ કેન્દ્ર સરકાર પાસે વિચારાધીન છે
Trending Photos
નવી દિલ્હી : 7મું પગાર પંચ આવ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું લઘુત્તમ વેતન 18000 રૂપિયાથી વધીને 26000 રૂપિયા કરવાની માંગ કેન્દ્ર સરકાર પાસે વિચારાધીન છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે વડાપ્રધાન મોદી 15 ઓગષ્ટ,2018ના રોજ લઘુત્તમ વેતનમાં વધારાની જાહેરાત કરી શકે છે. જો એવું થાય છે તો તેનાંથી એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને લાભ મળશે. જો કે આરબીઆઇની એક ચેતવણી આ આશા પર પાણી ફેરવી શકે છે.
આરબીઆઇે આ મહિનાની શરૂઆતમાં મૌદ્રિક નીતિની સમીક્ષા કરી હતી. તેમાં એકવાર ફરીથી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે એચઆરએ (હાઉસ રેન્ટ એલાઉન્સ)માં સંશોધનથી મોંઘવારી વધવાની શક્યતા છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો સરકાર આરબીઆઇની ચિંતા પર અમલ કરશે તો પગાર વધવાની શક્યતા ઘટી જાય છે. કેન્દ્રીય બેંકે પહેલા પણ કહ્યું હતું કે 7માં પગાર પંચને લાગુ કરવાથી મોંઘવારીના દર પર અસર પડી શકે છે. રિવાઇજ્ડ એચઆરએ સ્ટ્રક્ચર જુલાઇ 2017માં અમલમાં આવ્યું છે.
રેપો રેટ અને રિવર્સ રેપોરેટમાં 25 પોઇન્ટનો વધારો
આરબીઆઇએ મૌદ્રિક નીતિની સમીક્ષા દરમિયાન રેપો રેટમાં 25 ટકાનો વધારો કરીને તેને 6.5 ટકા કરી દીધી હતી. બીજી તરફ રિવર્સ રેપો રેટ વધીને 6.25 ટકા કરી દેવામાં આવી હતી. હાલ કેન્દ્રીય કર્મચારીઓને બેઝીક પે ફિટમેન્ટ ફેક્ટરના આધારે મળી રહ્યું છે. ફિટમેંટ ફેક્ટરનો ઉપયોગ 7માં પગાર પંચની ભલામણમાં કરવામાં આવ્યું હતું. એટલે કે 6ઠ્ઠા પગાર પંચ દરમિયાન બેઝીક પે હતી. તેનાથી ફિટમેન્ટ ફેક્ટર અનુસાર કરી દેવામાં આવે. આ આધાર 7માં પગાર પંચ હેઠળ બેઝીક પે બને છે.
કેન્દ્ર સરકાર ફગાવી ચુકી છે પગાર વધારાની શક્યતા
કેન્દ્ર સરકાર સંસદમાં પગારમાં કોઇ પણ વધારાની શક્યતાને ફગાવી ચુકી છે. લોકસભામાં નાણારાજ્યમંત્રી પી.રાધાકૃષ્ણે પણ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી 7માં પગાર પંચ ઉપરાંત લઘુતમ પગારમાં કોઇ પ્રકારનો વધારો કરવા માટે તૈયાર નથી. જો કે અમારી સહયોગી વેબસાઇટ DNAના રિપોર્ટ અનુસાર 2019માં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને આ પ્રકારની જાહેરાત કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે