અખિલેશ યાદવે PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું-'તેઓ દરેક જગ્યાએ ખોટું બોલે છે'

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે લખનઉમાં જનેશ્વર મિશ્રાના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કર્યું. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં.

અખિલેશ યાદવે PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું-'તેઓ દરેક જગ્યાએ ખોટું બોલે છે'

લખનઉ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે લખનઉમાં જનેશ્વર મિશ્રાના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કર્યું. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે "વડાપ્રધાન મોદી દરેક જગ્યાએ ખોટું બોલે છે. દુનિયાના સૌથી મોટા પ્લેટફોર્મ પર તેમણે કહી દીધુ કે 600 કરોડ લોકોએ અમને મત આપ્યાં છે."
 
ભાજપને હરાવવાનો છે: અખિલેશ
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે અમારે ભાજપના ખેલમાં ઉલઝવાનું નથી. પરંતુ ગોરખપુર, ફૂલપુર અને કૈરાનાની જેમ તેમને હરાવવાના છે. અમારી પાસેથી જે ઘર છીનવી લેવાયું, તે અમારું નહીં સરકારી ઘર હતું. તેમણે કહ્યું કે અમે કોઈ ગેરકાયદેસર નિર્માણ કરાવ્યું નથી. અમે બધાએ એનઓસીના પુરાવા આપ્યાં. લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી એનઓસી લીધુ હતું. તેમણે કહ્યું કે અમે જ્યારે ઘર ખાલી કર્યું ત્યારે રાતે કેટલાક લોકો હથોડો લઈને અમારા ઘરે ગયા હતાં. 

પૂર્વ બંગલા મામલે સાધ્યું નિશાન
અખિલેશ યાદવે કહ્યું કે રાતે હથોડો લઈને અમારા ઘરે કોણ ગયું હતું. જો કોઈ પત્રકાર અમને જણાવી દેશે તો અમે તેને 11 લાખ ઈનામ આપીશું. તેમના મંત્રી પત્ર લખીને અમારા ઘર માંગી રહ્યાં છે. તેમને રાજનાથ સિંહ, કલ્યાણ સિંહનું ઘર ન ગમ્યું, અમારું ઘર ગમ્યું તો સમજો કે કામ કોણે કર્યું. 

યુપીના વિકાસ મામલે ઘેર્યા
અખિલેશે યોગી અને મોદી સરકાર તરફથી યુપીમાં કરવામાં આવેલા 60,000 રૂપિયાના રોકાણ ઉપર પણ પીએમ મોદી અને સીએમ યોગી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે 60,000 કરોડ રૂપિયાના રોકાણનો દાવો કરી નખાયો. અમને જણાવો કે કઈ બેંકે લોન આપી. 

લોકો નળ શોધી રહ્યાં છે
તેમણે કહ્યું કે કેટલાક લોકો અમારા ઘરમાં નળ શોધી રહ્યાં છે. પરંતુ તેમના જ ઘરમાં રહેનારા દેશના પૈસા લઈને વિદેશ ભાગી ગયાં. પીએમ લોકસભામાં કહે છે કે બેક વર્ડ હોવાના કારણે લોકો તેમને પસંદ કરતા નથી. અમે પોતાને બેકવર્ડ હિંદુ કહીએ છીએ તો લોકોને કેમ તકલીફ થાય છે. તેમની સાથે લડવા માટે અમે તેમની પાસેથી જ ફોર્મ્યુલા શોધ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news