બિહાર: છઠ મહાપર્વ દરમિયાન અલગ અલગ દુર્ઘટનાઓમાં 11 લોકોએ જીવ ગુમાવ્યાં, અનેક ઘાયલ

એક બાજુ બિહાર-ઝારખંડ સહિત વિભિન્ન રાજ્યોમાં લોક આસ્થા અને વિશ્વાસના મહાપર્વ છઠને લઈને ધૂમ મચી છે. ત્યારે બીજી બાજુ બિહારમાં અલગ અલગ જગ્યાઓ પર 11 લોકોના અકસ્માતમાં મોતના કારણે માતમ છવાયો છે.

બિહાર: છઠ મહાપર્વ દરમિયાન અલગ અલગ દુર્ઘટનાઓમાં 11 લોકોએ જીવ ગુમાવ્યાં, અનેક ઘાયલ

બિહાર: એક બાજુ બિહાર-ઝારખંડ સહિત વિભિન્ન રાજ્યોમાં લોક આસ્થા અને વિશ્વાસના મહાપર્વ છઠને લઈને ધૂમ મચી છે. ત્યારે બીજી બાજુ બિહારમાં અલગ અલગ જગ્યાઓ પર 11 લોકોના અકસ્માતમાં મોતના કારણે માતમ છવાયો છે. સમસ્તીપુરમાં છઠપૂજા દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી અને આ અકસ્માતમાં બે મહિલાઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

બીજી બાજુ હસનપુરમાં છઠપૂજા દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી. જ્યાં મંદિરની દિવાલ પડતા ડઝન જેટલા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયાં. મળતી માહિતી મુજબ અનેક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. ઘટના હસનપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બડગામ ગામ સ્થિત જૂના કાળી મંદિરની દિવાલ તૂટવાના કારણ ઘટી. 

ખગડિયાના બેલદોડ પોલીસ સ્ટેશનની હદના રૂક્મિનિયા ગામમાં સવારે અર્ધ્ય આપવા દરમિયાન 8 વર્ષના એક બાળકનું ડૂબવાના કારણે મોત થયું છે. સ્થાનિક લોકોના પ્રયત્નોના કારણે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. મૃતક બાળકનું નામ ઓમ પ્રકાશ હોવાનું કહેવાય છે. 

મળતી માહિતી મુજબ છોકરો પાણીમાં ઉતરીને અર્ધ્ય આપી રહ્યો હતો અને અચાનક તેનો પગ લપસ્યો અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો. ખગડિયામાં એક અન્ય અકસ્માતમાં છઠ પૂજા દરમિયાન એક છોકરી પાણીમાં ડૂબી ગઈ. આ ઘટના મોરકાહીના રસોકા ગામના બાગમતી નદીના રસોકા ઘાટની છે. 

આ ઉપરાંત બાઢના બખ્તિયારપુરમાં વોર્ડ સંખ્યા 9 નિવાસી 25 વર્ષના રાહુલકુમારનું ગંગા નદીમાં ડૂબવાથી મોત થયું છે. અન્ય એક મામલામાં ઔરંગાબાદની સૂર્યનગરી દેવમાં છઠના અવસરે અર્ધ્ય બાદ બેકાબુ થયેલી ભીડથી દટાઈને બે બાળકોના દર્દનાક મોત થયા છે. 

જુઓ LIVE TV

મૃતકોમાં પટણાના બિહટાનો 6 વર્ષનો બાળક અને બીજો ભોજપુરના સહારની દોઢ વર્ષની બાળકી સામેલ છે. અનેક લોકો આ અકસ્માતમાં ઘાયલ પણ થયા છે. ઘટના દેવ પ્રખંડ મુખ્યાલય સ્થિત સૂર્યકૂંડ પાસેની છે. ઘટના બાદ સમગ્ર મેલા ક્ષેત્રમાં અફરાતફરી મચી ગઈ. લોકો આમ તેમ ભાગવા લાગ્યા હતાં. 

અન્ય એક ઘટનામાં સહરસા છઠ ઘાટ પર સ્નાન દરમિયાન એક 40 વર્ષની વ્યક્તિનું ડૂબવાથી મોત થયું. તેજ વહેણની ચપેટમાં આવવાથી મૃતદેહ હજુ મળ્યો નથી. આ ઉપરાંત સહરસામાં છઠ ઘાટ પર ફટાકડા ફોડવા દરમિયાન એક 12 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news