દિલ્હી મેટ્રોમાં એક છોકરીએ દીપક કલાલને ઘસી દીધો તમાચો, વાયરલ થયો VIDEO

ટીવી શો 'ઇન્ડીયા ગોટ ટેલેન્ટ' દ્વારા પોતાની ઓળખ બનાવનાર યૂટ્યૂબ બ્લોગર દીપક કલાલ (Deepak Kalal) પોતાની હરકતોના લીધે સતત ચર્ચામાં રહે છે. તો બીજી તરફ દીપક હાલ દિલ્હીમાં હતા, જ્યાં તે મેટ્રોમાં મુસાફરી કરતી વખતે એક છોકરી સાથે છેડતી કરવા લાગ્યો, જેથી કંટાળીને તે છોકરીએ દીપકને ગાળ પર તમાચો લગાવી દીધો હતો

Updated By: Nov 15, 2019, 09:58 AM IST
દિલ્હી મેટ્રોમાં એક છોકરીએ દીપક કલાલને ઘસી દીધો તમાચો, વાયરલ થયો VIDEO

નવી દિલ્હી: ટીવી શો 'ઇન્ડીયા ગોટ ટેલેન્ટ' દ્વારા પોતાની ઓળખ બનાવનાર યૂટ્યૂબ બ્લોગર દીપક કલાલ (Deepak Kalal) પોતાની હરકતોના લીધે સતત ચર્ચામાં રહે છે. તો બીજી તરફ દીપક હાલ દિલ્હીમાં હતા, જ્યાં તે મેટ્રોમાં મુસાફરી કરતી વખતે એક છોકરી સાથે છેડતી કરવા લાગ્યો, જેથી કંટાળીને તે છોકરીએ દીપકને ગાળ પર તમાચો લગાવી દીધો હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકો પણ દીપક વરસી પડ્યા હતા. સ્થિતિ વણસતાં દીપક આગામી સ્ટેશન પર મેટ્રોમાંથી ઉતરી ગયો હતો. હવે દીપકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

સેલ્ફી લેવા માંગતી હતી છોકરી
જોકે મેટ્રોમાં દીપકને થપ્પડ મારનાર છોકરી દીપક સાથે સેલ્ફી લેવા માંગતી હતી. ત્યારે દીપક ગુસ્સામાં આવી અને છોકરી પર બૂમો પાડવા લાગ્યા. તે છોકરીને બોલવા લાગ્યા, તમે મારી પરમિશન વિના કેવી રીતે સેલ્ફી લઇ શકો. તમને શરમ આવવી જોઇએ. હું તમને ઓળખતો નથી અને તમે મારી સાથે સેલ્ફી લઇ રહ્યા છો. તમને ખબર નથી કે હું એક સેલિબ્રિટી છું.'

ત્યારબાદ ત્યાં હાજર લોકોએ દીપકને સમજાવ્યો કે જવા દો અને બૂમો પાડવાનું બંધ કરો, પરંતુ દીપકે કોઇનું સાંભળ્યું નહી, તે સતત બોલતો ગયો અને છોકરીની ઇંસલ્ટ કરતો રહ્યો, જ્યારે છોકરીની ધીરજ તૂટી તો તેણે દીપકના ગાલ પર એક જોરદાર તમચો ચોંડી દીધો, ત્યારબઆદ ત્યાં હાજર આસપાસ લોકો પણ દીપક પર ગરમ થવા લાગ્યા. સ્થિતિ વણસતી જોતાં દીપક આગામી સ્ટેશન પર ઉતરી ગયો. દીપકે પોતે આ વીડિયો પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે હવે જોરદાર રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube