AAPના 20 ધારાસભ્યોનું સભ્ય પદ્દ રદ, રાષ્ટ્રપતિએ આપી મંજુરી, કાયદા મંત્રાલયે જારી કર્યું નોટિફિકેશન

કેન્દ્રીય કાયદા મંત્રાવયે 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનું નોટિફિકેશન જારી કરી દીધું છે. તમને જણાવી દઈએ કે લાભના પદ્દના મામલે ચૂંટણીપંચે આપના 20 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી. 

 AAPના 20 ધારાસભ્યોનું સભ્ય પદ્દ રદ, રાષ્ટ્રપતિએ આપી મંજુરી, કાયદા મંત્રાલયે જારી કર્યું નોટિફિકેશન

નવી દિલ્હીઃ લાભના પદ મામલે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને રાષ્ટ્રપતિએ ગેરલાયક ઠેરવી દીધા છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે આ ધારાસભ્યોની અયોગ્યતાનું નોટિફિકેશન જારી કરી ધીધું છે. તમને જણાવી દઈએ કે લાભના પદના મામલે ચૂંટણીપંચે 20 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી. જેને રાષ્ટ્રપતિએ પોતાની મંજુરી આપી દીધી છે. 

ઉલ્લેખનીય છે કે ગત 19 જાન્યુઆરીએ દિલ્હીમાં સત્તારૂઢ  આમ આદમી પાર્ટીને ઝટકો આપતા ચૂંટણી પંચે રાષ્ટ્રપતિને આપના 20 ધારાસભ્યોને લાભનું પદ ધારણ કરવાને કારણે અયોગ્ય ઠેરવવાની ભલામણ કરી હતી. આથી તેમનું વિધાનસભાનું સભ્ય પદ અયોગ્ય ઠેરવવાનો માર્ગ થઈ ગયો હતો. પરંતુ ચૂંટણી પંચના આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારનાર ધારાસભ્યોને હાલમાં કોઈ રાહત મળી નથી.  

આપના અયોગ્ય જાહેર થયેલા ધારાસભ્યોના નામ નીચે પ્રમાણે છે. 

- શરદ કુમાર (નરેલા વિધાનસભા)
- સોમદત્ત (સદર બજાર)
- આદર્શ શાસ્ત્રી (દ્વારકા)
- અવતાર સિંહ (કાલકાજી)
- નિતિન ત્યાગી (લક્ષ્મી)
- અનિલ કુમાર વાજપેયી (ગાંધી નગર)
- મદન લાલ (કસ્તુરબા નગર)
-વિજેન્દ્ર ગર્ગ વિજય (રાજેન્દ્ર નગર)
- શિવચરણ ગોયલ (મોતી નગર)
- સંજીવ ઝા (બુરાડી)
- કૈલાશ ગહલોત ( નજફગઢ)
- સરિતા સિંહ (રોહતાશ નગર)
- અલકા લાંબા (ચાંદની ચોક)
- નરેશ યાદવ (મહરોલી)
-મનોજ કુમાર (કૌંડલી)
- રાજેશ ગુપ્તા (વજીરપુર)
- રાજેશ રૂષી (જનકપુરી)
- સુખબીર સિંહ દલાલ (મુંડકા)
- જરનૈલ સિંહ ( તિલકનગર)
- પ્રવીણ કુમાર (જંગપુરા )

શું છે મામલો?
AAPની દિલ્હી સરકારે માર્ચ, 2015માં 21 ધારાસભ્યોની સંસદીય સચિવના પદ પર નિયુક્તિ કરી હતી. આને ઓફિસ ઓફ પ્રોફિટ ગણાવીને પ્રશાંત પટેલ નામના વકીલે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી હતી તેમજ આ તમામ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની ડિમાન્ડ કરી હતી. જોકે ધારાસભ્ય જનરૈલ સિંહે ગયા વર્ષે વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામું આપી દેતા આ મામલામાં ફસાયેલા ધારાસભ્યોની સંખ્યા 20 થઈ ગઈ છે. 

કેન્દ્રએ કર્યો હતો વિરોધ
કેન્દ્ર સરકારે ધારાસભ્યોને સંસદીય સભ્ય બનાવવાના નિર્ણયનો વિરોધ કરીને દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દિલ્હીમાં એક જ સંસદીય સચિવ હોઈ શકે છે જે મુખ્યમંત્રી પાસે હશે. આ ધારાસભ્યોને પદ આપવાની કોઈ બંધારણીય જોગવાઈ નથી. બંધારણની  કલમ 102(1)(A) અને 191(1)(A) પ્રમાણે સંસદ કે વિધાનસભાનો કોઈ સભ્ય જો લાભ આપતા બીજા કોઈ પદ હોય તો એનું સભ્યપદ રદ થઈ શકે છે. આ ઓફિસ ઓફ પ્રોફિટ કેન્દ્ર કે રાજ્યની કોઈપણ સરકાર પર લાગુ પડી શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news