Delhi Election: પ્રિયંકાએ કહ્યું- શીલા દીક્ષિતના વિકાસના મોડલ પર મોડલિંગ કરી રહ્યાં છે કેજરીવાલ
ભાજપ પર હુમલો કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તે બંધારણને નષ્ટ કરવા ઈચ્છે છે. હિંસક વાતો કરે છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવે છે, તેમની આ વાતો વધતી જાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ થનારા મતદાનની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. પ્રચારનો અંતિમ દિવસ કાલે એટલે કે 6 ફેબ્રુઆરી છે. તેવામાં બુધવારે રાજકીય પાર્ટીઓએ પૂરજોશમાં પ્રચાર કર્યો અને મતદાતાને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કડીમાં મટિયા મહલ વિધાનસભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચાર કરવા પહોંચ્યા હતા.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં 602 મહોલ્લા ક્લીનિક હતા. તેમનું નામ તે સમયે મેડિકલ ડિસ્પેન્સરી હતું. આપે માત્ર 190 નવા ક્લીનિક બનાવ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે 5000 કિમીના રસ્તાઓ બનાવ્યા હતા, જ્યારા આપે ઝીરો. દિલ્હીમાં મેટ્રો લાવવાનું કામ શીલા દીક્ષિતની સરકારે કર્યું હતું. આ દરમિયાન માત્ર ચોથા ફેઝનું કામ આગળ વધ્યું છે, જેમાં ત્રણ વર્ષ લાગી ગયા છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કેજરીવાલે માત્ર શીલા દીક્ષિત સરકારના વિકાસના મોડલ પર પોતાનું મોડલિંગ કર્યું છે. પોતાની વેબસાઇટ પર તમારા ઘરનો બેલ વગાડીને મોડલિંગ કરી રહ્યાં છે. આ મોડલની સાચી ઇમારત શીલા દીક્ષિત સરકારે બનાવી હતી.
Priyanka Gandhi Vadra, Congress in Hauz Qazi: Brothers & sisters, I apologize for coming late, I got stuck in traffic. AAP & BJP did not build any new roads in the last 5 years, had I taken Sheila Dikshit ji's Metro, I would have reached in 10 minutes. #DelhiElections2020 pic.twitter.com/wEKx8o6ClP
— ANI (@ANI) February 5, 2020
સરકારની નીતિઓ માત્ર ભાગલા પાડનારી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભારત એક બગીચો છે, જ્યાં અલગ-અલગ ફુલ ખિલે છે, પરંતુ ભાજપ આ બગીચાને ઉઝેડવા ઈચ્છે છે. પ્રિયંકાએ કહ્યું કે, મેં મેરઠ, બિજનોર, મુઝફ્ફરનગરમાં ખુદ જોયું છે કે બગીચાને ઉઝેડવાથી માસૂમોને કેટલું દુખ થાય છે. બિજનોરમાં એક યુવક દૂધ લેવા જઈ રહ્યો હતો, જેને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી. તેના પર સરકારની નીતિ માત્ર ભાગલા પાજવા અને ઈજા પહોંચાડવાની છે.
બંધારણને નષ્ટ કરવા ઈચ્છે છે ભાજપ
ભાજપ પર પ્રહારો કરતા પ્રિયંકાએ કહ્યું કે, તે બંધારણને નષ્ટ કરવા ઈચ્છે છે. હિંસક વાતો કરે છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવે છે, તેમની આ વાત વધવા લાગે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાને 5200 કરોડ રૂપિયા માત્ર જાહેરાતો પર ખર્ચયા છે. તો કેજરીવાલ પણ તેમાં પાછળ નથી. તેમણે પ્રચાર માટે 611 કરોડનો ખર્ચ કર્યો છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે