Ram Mandir: આપ સાંસદે રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, કહ્યું- ED અને CBI કરે તપાસ

આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. 

Ram Mandir: આપ સાંસદે રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, કહ્યું- ED અને CBI કરે તપાસ

લખનઉઃ આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. સંજય સિંહે આ મામલાની તપાસ સીબીઆઈ અને ઈડી પાસે કરાવવાની માંગ કરી છે. સિંહે રવિવારે પત્રકાર પરિષદમાં સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સંસ્થાના સભ્ય અનિલ મિશ્રાની મદદથી બે કરોડ રૂપિયાની કિંમતની જમીન 18 કરોડ રૂપિયામાં ખરીદી. આ મની લોન્ડ્રિંગનો મામલો છે અને સરકાર તેની સીબીઆઈ અને ઈડી પાસે તપાસ કરાવે. આ વિશે હજુ ચંપત રાય અને અનિલ મિશ્રાની કોઈ પ્રતિક્રિયા આવી નથી. 

સંજય સિંહે પત્રકાર પરિષદમાં કેટકાલ દસ્તાવેજ રજૂ કરતા કહ્યુ કે, કોઈ કલ્પના પણ ન કરી શકે કે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના નામ પર કોઈ કૌભાંડ કે ભ્રષ્ટાચાર કરવાની હિંમત કરશે પરંતુ જે કાગળ હું તમને દેખાડવા જઈ રહ્યો છું તે રાડો પાડીને કહી રહ્યાં છે કે રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામ પર કરોડો રૂપિયા ચંપત રાય જી ચાંઉ કરી ગયા. તેમણે દાવો કર્યો કે, અયોધ્યા સદર તાલુકાના બાગ બિજૈસી ગામમાં પાંચ કરોડ 80 લાખ રૂપિયાની મલિકી વાળી સર્વે નંબર 243, 244 અને 246ની જમીન સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારી નામના વ્યક્તિઓએ કુસુમ પાઠળ અને હરીશ પાઠક પાસેથી 18 માર્ચે બે કરોડ રૂપિયામાં ખરીદી હતી. 

— Sanjay Singh AAP (@SanjayAzadSln) June 13, 2021

દર સેકેન્ડે સાડા પાંચ લાખ વધ્યો જમીનનો ભાવ
આ જમીન ખરીદમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય સાક્ષી હતા. આ જમીન સાંજે સાત કલાક 10 મિનિટ પર ખરીદવામાં આવી. તેની પાંચ મિનિટ બાદ આ જમીનને ચંપત રાયે સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારી પાસે 18.50 કરોડમાં ખરીદી લીધી. તેમાંથી 17 કરોડ રૂપિયા આરટીજીએસ દ્વારા એડવાન્સ આપવામાં આવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે બે કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલી જમીનનો ભાવ પ્રતિ સેકેન્ડે લગભગ સાડા પાંચ લાખ રૂપિયા વધી ગયો. હિન્દુસ્તાન તો શું વિશ્વમાં કોઈ જમીનનો ભાવ આટલી ઝડપે વધે નહીં. 

પીએમ મોદી પાસે કરી તપાસની માંગ
સંજય સિંહે કહ્યુ કે, રસપ્રદ વાત છે કે જે રામ મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય સોદો કરાવવામાં સાક્ષી હતા, તે આ જમીનને ટ્રસ્ટના નામે ખરીદવામાં પણ સાક્ષી બની ગયા. આ સ્પષ્ટ રીતે મની લોન્ડ્રિંગ અને ભ્રષ્ટાચારનો મામલો છે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પાસે માંગ કરુ છું કે તત્કાલ ઈડી અને સીબીઆઈ દ્વારા આ મામલાની તપાસ કરાવી ભ્રષ્ટાચારીને જેલમાં નાખવામાં આવે. કારણ કે આ દેશના કરોડો રામ ભક્તોની આસ્થાની સાથે-સાથે તે કરોડો લોકોના વિશ્વાસનો પણ સવાલ છે જેણે પોતાની કમાણીના પૈસા રામ મંદિર નિર્માણ માટે આપ્યા હતા. 

કરોડો રૂપિયાની હેરાફેરીનો આરોપ
આપ સાંસદે કહ્યું કે, આ મામલામાં એગ્રીમેન્ટ અને સ્ટેમ્પનો સમય અને દસ્તાવેજના સ્ટેમ્પનો સમય પણ સવાલ ઉભો કરે છે. જે જમીન બાદમાં ટ્રસ્ટને વેચવામાં આવી તેનો સ્ટેમ્પ સાંજે પાંચ કલાક 11 મિનિટ પર ખરીદવામાં આવ્યો અને જે જમીન પહેલા રવિ મોહન તિવારી અને અંસારીએ ખરીદી તેનો સ્ટેમ્પ પાંચ કલાક 22 મિનિટ પર ખરીદવામાં આવ્યો. આપ પ્રવક્તાએ કહ્યું કે, કોઈ પણ ટ્રસ્ટમાં જમીન ખરીદવા માટે બોર્ડનો પ્રસ્તાવ હોય છે. આખરે પાંચ મિનિટમાં કઈ રીતે રામ મંદિર ટ્રસ્ટે આ પ્રસ્તાવ પાસ કરી લીધો અને તત્કાલ જમીન ખરીદી લીધી. તેમણે કહ્યું કે હું સમજુ છું કે આજે કરોડો ભક્તોને ઝટકો લાગ્યો હતો જેણે પ્રભુ રામના ભવ્ય મંદિર નિર્માણ બનાવવાના નામ પર દાન આપ્યું. પ્રભુ શ્રી રામના નામ પર બનેલ ટ્રસ્ટના તે જવાબદાર લોકો કરોડો રૂપિયાની હેરાફેરી કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news