PM Modi એ જે 'આત્મનિર્ભર ભારત'નો આપ્યો નારો, હવે Oxford એ પણ સ્વીકારી તેની તાકાત
ઓક્સફોર્ડે (Oxford) આત્મનિર્ભરતા શબ્દને 2020નો ઓક્સફોર્ડ હિન્દી વર્ડ ઓફ ધ યર(Oxford Hindi Word of the Year) જાહેર કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ઓક્સફોર્ડે (Oxford) આત્મનિર્ભરતા શબ્દને 2020નો ઓક્સફોર્ડ હિન્દી વર્ડ ઓફ ધ યર(Oxford Hindi Word of the Year) જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ કોરોના વાયરસ મહામારી દરમિયાન આત્મનિર્ભર ભારત (Aatmanirbhar Bharat)' નો નારો આપ્યો હતો. તેમણે ભારતીય અર્થવ્યવસ્થા, સમાજ અને વ્યક્તિગત રીતે લોકોને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો હતો.
શું છે આત્મનિર્ભરતાનો અર્થ?
આત્મનિર્ભરતાનો અર્થ છે પોતાના પર ભરોસો (self-reliance). ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ ઓક્સફોર્ડ (Oxford) માટે આત્મનિર્ભર (Atmanirbhar) શબ્દની પસંદગી ભાષા વિશેષજ્ઞોના સલાહકાર પેનલ દ્વારા થઈ છે. આ પેનલમાં કૃતિકા અગ્રવાલ, પૂનમ નિગમ સહાય અને ઈમોજેન ફોક્સેલ સામેલ હતા.
શું છે ઓક્સફોર્ડ હિન્દી વર્ડ ઓફ ધ યર?
ઓક્સફોર્ડ હિન્દી શબ્દ(Oxford Hindi word)નો અર્થ એવો શબ્દ કે જ ગત વર્ષે લોકાચાર, મનોદશા કે સ્થિતિને પ્રતિબિંબિત કરે અને જે સાંસ્કૃતિક મહત્વના એક શબ્દ તરીકે લાંબા સમય સુધી રહેવાની ક્ષમતા ધરાવતો હોય.
Farmers Protest: કશું મોટું થવા જઈ રહ્યું છે? અચાનક સુરક્ષાદળોની તૈનાતી વધી, Singhu Border ના ખાસ જુઓ PHOTOS
અગાઉ આ શબ્દોની થઈ હતી પસંદગી
ઓક્સફોર્ડે વર્ષ 2019માં બંધારણ(Samvidhan) શબ્દને હિન્દી વર્ડ ઓફ ધ યર (Hindi Word of the Year) તરીકે પસંદ કર્યો હતો. તે પહેલા 2018માં ઓક્સફોર્ડ દ્વારા નારી શક્તિ અને 2017માં આધારને હિન્દી ભાષાનો શબ્દ પસંદ કર્યો હતો.
આત્મનિર્ભર ભારતને અનેક ક્ષેત્રોમાં મળી ઓળખ
ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ ઈન્ડિયાના મેનેજિંગ ડાઈરેક્ટર શિવરામકૃષ્ણન વેન્કટેશ્વરને કહ્યું કે આત્મનિર્ભર ભારતને અનેક ક્ષેત્રોના લોકો વચ્ચે ઓળખ મળી. કારણ કે તે કોવિડ-19થી પ્રભાવિત અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે એક હથિયાર તરીકે જોવામાં આવ્યો.
પીએમ મોદીના સંબોધન બાદ વધ્યું ચલણ
ઓક્સફોર્ડ લેન્ગવેજે એક નિવેદનમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ લોકડાઉન દરમિયાન દેશને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) શબ્દનો ઉપયોગ ભારતના જાહેર શબ્દકોષમાં એક વાક્યાંશ અને અવધારણા તરીકે ખુબ વધી ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે