ભાજપે માની LJPની 7 સીટોની માગ, નવી ફોર્મ્યુલામાં રામવિલાસ જશે રાજ્યસભાઃ સૂત્ર

સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, એલજેપીએ 7 સીટોનો દાવો કર્યો હતો. જેને ભાજપે માની લીધો છે. 
 

 ભાજપે માની LJPની 7 સીટોની માગ, નવી ફોર્મ્યુલામાં રામવિલાસ જશે રાજ્યસભાઃ સૂત્ર

નવી દિલ્હીઃ એનડીએના ઘટક દળ એલજેપી છેલ્લા બે દિવસથી સીટોને વહેંચણીને લઈને ભાજપથી નારાજ ચાલી રહી હતી. પરંતુ બાદમાં તેની તમામ નારાજગી દૂર થઈ ગઈ છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી લગભગ તેને મનાવવામાં સફળ થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે કે, શુક્રવારે અરૂણ જેટલી સાથે બેઠક બાદ તેની તમામ નારાજગી દૂર થઈ ગઈ છે. હવે નીતીશ કુમાર સાથે બેઠક બાદ સીટોની વહેંચણીને લઈને કોઈ જાહેરાત થઈ શકે છે. બેઠક માટે નીતિશ કુમાર પણ દિલ્હી પહોંચી ગયા છે. આ દરમિયાન સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું કે, એલજેપીને 7 સાંસદ સીટો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું કે, એલજેપીએ 7 સીટોનો દાવો કર્યો હતો, જેને ભાજપે માની લીધો છે. આમ ભાજપ એલજેપીને મનાવવામાં સફળ થઈ ગયું છે. પરંતુ આ સાત સીટો માટે નવી ફોર્મુલા સામે આવી છે. એલજેપીએ લોકસભાની ચૂંટણીમાં બિહારથી સાત સીટોની માંગ કરી હતી. પરંતુ આ સાત સીટો નવી ફોર્મુલા પ્રમાણે એલજેપીને આપવામાં આવી છે. 

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 7 સીટો આપવામાં આવી છે પરંતુ આ સંસદની કુલ સાત સીટો હશે. બિહારમાંથી 5 લોકસભા સીટ આપવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, બિહારમાં 5 લોકસભા સીટ, 1 રાજ્યસભા સીટ અને 1 લોકસભા સીટ અન્ય રાજ્ય જેમાં યૂપી ઉત્તરાખંડ હોઈ શકે છે. 

તમને જણાવી દઈએ કે એલજેપી તરફથી 7 સીટોના દાવો કરતા કહેવામાં આવ્યું હતું કે, તેને અન્ય રાજ્યોમાં પણ સીટો જોઈએ. કારણ કે, તેનું જનસમર્થન અને તાકાત ગત ચૂંટણી કરતા હવે વધી ગયા છે. તેથી તેને અન્ય રાજ્યોમાં સીટો જોઈએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news