કોંગ્રેસ શાસિત તમામ રાજ્યો સીએએ પરત લેવાનો પ્રસ્તાવ કરશે પાસઃ અહમદ પટેલ
અહમદ પટેલે રવિવારે કહ્યું, 'અમે પંજાબ બાદ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાનો વિચાર કરી રહ્યાં છીએ. આ કેન્દ્ર સરકારને સ્પષ્ટ સંદેશ હશે કે તે આ કાયદા પર પુનર્વિચાર કરે.
Trending Photos
નવી દિલ્હીઃ એક તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ તે કરી રહ્યાં છે કે કોઈપણ રાજ્ય સીએએને લાહૂ કરવાની ના ન પાડી શકે, બીજીતરફ પાર્ટી શાસિત રાજ્ય સરકારોનું વલણ અલગ છે. પંજાબ વિધાનસભા CAA (નાગરિકતા સંશોધન કાયદા)ની વિરુદ્ધ પહેલા જ પ્રસ્તાવ પાસ કરી ચુકી છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કહ્યું કે, કોંગ્રેસ શાસિત અન્ય રાજ્યો પણ આવો પ્રસ્તાવ લાવવા પર વિચાર કરી રહ્યાં છે.
અન્ય રાજ્યોમાં પણ સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પર વિચાર
અહમદ પટેલે રવિવારે કહ્યું, 'અમે પંજાબ બાદ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાનો વિચાર કરી રહ્યાં છીએ. આ કેન્દ્ર સરકારને સ્પષ્ટ સંદેશ હશે કે તે આ કાયદા પર પુનર્વિચાર કરે.' રાજસ્થાનમાં તેની તૈયારી શરૂ થઈ ચુકી છે. ત્યાં 24 જાન્યુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને સૂત્રો પ્રમાણે, સત્રના પ્રથમ દિવસે સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવી શકાય છે.
Ahmed Patel, Congress: After Punjab, we are thinking about bringing a resolution against Citizenship Amendment Act in states like Rajasthan, Madhya Pradesh, Chhattisgarh. It would be a clear message to the Central Government to reconsider the Act. pic.twitter.com/IRQzjr9RiS
— ANI (@ANI) January 19, 2020
સિબ્બલે કહ્યું- સુપ્રીમ બંધારણીય જાહેર કરે તો વિરોધ મુશ્કેલ
કોંગ્રેસ શાસિત રાજ્યો દ્વારા સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરવાની તૈયારી વચ્ચે કપિલ સિબ્બલે રવિવારે ફરી સ્પષ્ટ કર્યું કે, કોઈપણ રાજ્ય આ કાયદાને લાગૂ કરવાની ના પાડી શકે નહીં. તેમણે ભાર આપીને કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટ સીએએને બંધારણીય જાહેર કરી દે તો રાજ્યો માટે તેનો વિરોધ કરવો મુશ્કેલ બનશે.
છેલ્લા 6 વર્ષમાં 2838 પાકિસ્તાની, 914 અફઘાની, 172 બાંગ્લાદેશીને આપવામાં આવી નાગરિકતાઃ નિર્મલા સીતારમન
સિબ્બલે કહ્યું, 'હું સમજુ છું કે સીએએ ગેરબંધારણીય છે. દરેક રાજ્યોની વિધાનસભાની પાસે તેની વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરી અને તેને પરત લેવાની માગ કરવાનો બંધારણીય અધિકાર છે. પરંતુ જ્યારે કોઈ કાયદાને સુપ્રીમ કોર્ટ બંધારણીય જાહેર કરી દે તો રાજ્યો માટે તેનો વિરોધ કરવો મુશ્કેલ બની જશે. લડાઈ ચાલું રહેવી જોઈએ.' એક દિવસ પહેલા જ તેમણે કહ્યું હતું કે, સંસદ દ્વારા પસાર કાયદાને કોઈ રાજ્ય લાગૂ કરવાની ના ન પાડી શકે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે