ભરૂચ: દહેજમાંથી ગુમ 6 વર્ષીય બાળકનો દેહ મળ્યો, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય થયાની આશંકા

ભરૂચનાં દહેજના વડદલા ગામમાંથી ગુમ 6 વર્ષના બાળક ક્રિષ્ના વીરેન્દ્ર પ્રજાપતિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળક ગત રોજ બપોરે 12.30 વાગ્યાથી ગુમ હતો અને પરિવાર શોધખોળ કરી રહ્યું હતું. દરમિયાન બાળક છેલ્લે મિથુન કેવટ નામનાં યુવક સાથે જોવા મળ્યો હોવાથી તેની પુછપરછ બાદ નજીકની રેસીડેન્સીનાં પહેલા માળે આવેલા બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવી હતી. હાલ બાળકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. જો કે બાળકને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે. 

Updated By: Jan 19, 2020, 07:10 PM IST
ભરૂચ: દહેજમાંથી ગુમ 6 વર્ષીય બાળકનો દેહ મળ્યો, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય થયાની આશંકા

ભરૂચ : ભરૂચનાં દહેજના વડદલા ગામમાંથી ગુમ 6 વર્ષના બાળક ક્રિષ્ના વીરેન્દ્ર પ્રજાપતિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળક ગત રોજ બપોરે 12.30 વાગ્યાથી ગુમ હતો અને પરિવાર શોધખોળ કરી રહ્યું હતું. દરમિયાન બાળક છેલ્લે મિથુન કેવટ નામનાં યુવક સાથે જોવા મળ્યો હોવાથી તેની પુછપરછ બાદ નજીકની રેસીડેન્સીનાં પહેલા માળે આવેલા બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવી હતી. હાલ બાળકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. જો કે બાળકને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે. 

જાફરાબાદના માછીમારોને 450 કિલો વજનની વિશાળકાય માછલી મળી

દહેજનાં વડદલા ગામમાં આવેલી રેસીડેન્સીમાં ક્રિષ્ના પ્રજાપતિ (ઉં.વ 6) પરિવાર સાથે રહેતો હતો. જો કે કાલે 12.30 વાગ્યે ગુમ થઇ ગયો હતો. જેથી પરિવારે પોલીસને જાણ કરીને તેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં મિથુન નામનાં યુવક સાથે તે બાળક જોવા મળ્યો હતો. જેથી પોલીસે મિથુનની કડકાઇથી પુછપરછ કરી હતી. જેથી તે એક મકાનનાં પહેલા માળના બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 

બાપુનગર લૂંટ: ઝડપી પૈસાદાર બનવા માટે ફિલ્મો જોઇને લૂંટનું કાવત્રુ ઘડ્યું

ગુમ બાળકની હત્યા કરવાના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. બાળકનાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ તો પોલીસ દ્વારા બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે પોસ્ટમોર્ટ રિપોર્ટ આવ્યા બાદ વધારે માહિતી સામે આવશે. હાલ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તેની રાહ જોઇ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube