જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદના સોલા વિસ્તારમાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. એક યુવતીએ પોતાના પ્રેમી સાથે મળી ગેંગના સાગરીતોના સાથથી એક યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેની પાસેથી ખંડણી લઈ લીધી. આ મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે.

Updated By: Jul 10, 2020, 11:37 PM IST
જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેંગ ઝડપાઈ

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના સોલા વિસ્તારમાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. એક યુવતીએ પોતાના પ્રેમી સાથે મળી ગેંગના સાગરીતોના સાથથી એક યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેની પાસેથી ખંડણી લઈ લીધી. આ મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો:- અમદાવાદમાં 172 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર, આજે નવા 17 જાહેર, 1 વિસ્તાર કરાયો રદ્દ

પોલીસ ગિરફતમાં રહેલ આ યુવતીએ પોતાના પ્રેમી અને અન્ય લોકોને સાથે મળી ફરિયાદી સાથે ના કરવાનું કામ કરી નાખ્યું. આરોપીઓ ભેગા મળીને એક જમીન દલાલને પ્રેમ જાળમાં ફસાવી તેને મળવા બોલાવ્યા. ફરિયાદી જયારે યુવતી સાથે સોલા વિસ્તારમાં બેઠો હતો ત્યારે આરોપી યુવતીના સગા બની તેને ઉપાડી લઈ ગયા અને તેને ધમકી આપી તેની પાસેથી 1 લાખ રૂપિયા અને 2 તોલા સોનું લૂંટી લીધો.

આ પણ વાંચો:- મિત્ર એજ કરી મિત્રનાં ઘરમાં ચોરી, રેલવે પોલીસે ચાલુ ટ્રેને ઝડપી લાખોની મત્તા રિકવર કરી

મળતી માહિતી પ્રમાણે આરોપી યુવતી પેહલા સોફ્ટ ટાર્ગેટ શોધી ફરિયાદીને એક મેસેજ કર્યો અને જેમાં તેને હેલી છો એમ કરી વાત કરી. ફરિયાદીએ ના પાડતા આરોપી યુવતીએ ફરિયાદીને ફ્રેન્ડ શિપ માટે ઓફર કરી અને તેને મળવા માટે બોલાવ્યા. ફરિયાદીને આરોપી યુવતીએ કહ્યુ કે તેને સેટેલાઇટ નથી જોયું એમ કહી પેહલા ફર્યા અને ત્યાર બાદ સોલા વિસ્તારમાં બેઠા હતા.

આ પણ વાંચો:- બેસણાંમાં બબાલ: સુરતમાં કોરોના સંકટ વચ્ચે યોજાયું બેસણું, મારામારીના દ્રશ્યો સાથે Video Viral

ત્યારે તેનો પ્રેમી અને અન્ય 6 લોકો આવ્યા અને ફરિયાદીને યુવતીના સાગા હોવાનું કહી લઈ ગયા. હાલ પોલીસે 6 લોકોને ઝડપી પાડ્યા છે અને એક આરોપી ફરાર છે. ત્યારે આ લોકોએ અન્ય કોઈ લોકોને ટાર્ગેટ કર્યો છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube